મોત બાદ વાયરલ થઈ રહી છે 'દંગલ ગર્લ'ની અંતિમ પોસ્ટ, શું આ શબ્દમાં છુપાયો હતો મોતનો ઈશારો?
Suhani Bhatnagar Last Post : આમિર ખાનની દંગલ મુવીમાં નજરે આવેલી નન્હી સુહાની ભટનાગર યાદ જ હશે તમને. અંદાજિત 19 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દેનારી સુહાની ભટનાગરને શું તેમને પોતાના મોતનો અંદાજ પહેલા જ આવી ચૂક્યો હતો. તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી, જ્યારબાદ આજે આ માઠા સમાચાર આવ્યા છે કે, સુહાની ભટનાગર હવે આ દુનિયામાં નથી રહી. એવી પરિસ્થિતિમાં તેમની એક જૂની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેનું કેપ્શન જોઈને એ સવાલ ઉઠી રહ્યા છે કે શું તેમને અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેમના જીવનમાં કંઈક ખરાબ બનાવ બનવાનો છે.
આ હતી તેમની પોસ્ટ
દુનિયાને અલવિદા કહી દેનારી સુહાની ભટનાગરની અંતિમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો વિષય બની ચૂકી છે. સુહાની ભટનાગરે આ પોસ્ટમાં કેટલાક સુંદર ફોટો પોસ્ટ કર્યા હતા. પરંતુ કેપ્શનનું નામ પર માત્ર એક જ શબ્દ લખ્યો હતો અને આ શબ્દ હતો નવેમ્બર. નવેમ્બર લખ્યા બાદ તેમણે તેની આગળ ક્વેશ્ચન માર્ક પણ લગાવ્યો હતો. જેને જોતા લાગે છે કે તે આ મહિનાથી જોડાયેલ કોઈ ઈશારો કરી રહી હોય. કદાચ તેમને એવો અહેસાસ થઈ ગયો હતો કે સ્વસ્થ જીવન વિતાવવા આ તેમનો અંતિમ મહિનો છે અને અંતિમ પોસ્ટ છે.
શરીરમાં ભરાઈ ગયું હતું પાણી
સુહાની ભટનાગર અંતિમ દિવસોમાં સ્વાસ્થ્યથી જોડાયેલી બીમારીથી પીડાઈ રહી હતી. હકિકતમાં કેટલાક સમય પહેલા તેમનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને તે સતત દવાઓ લઈ રહી હતી. જેમાંથી કેટલીક દવાઓ કદાચ રિએક્ટ કરી ગઈ અને તેમના શરીરમાં પાણી ભરાઈ ગયું. જેને લઈને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ તે જીંદગીની જંગ હારી ગઈ.
જણાવી દઈએ કે, વર્ષ 2016માં દંગલ ફિલ્મમાં દેખાઈ નન્હી સુહાની ભનાગર પોતાનું ભણતર પૂર્ણ કર્યા બાદ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. આ વચ્ચે તેઓ સોશિયલ મીડિયા પર ફેન્સથી હંમેશા કનેક્ટ રહી.