બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી ભારતની પ્રથમ વેબસીરિઝ બનશે 'દહાડ'
મુંબઈ, તા. 17 જાન્યુઆરી 2023, મંગળવાર
રીમા કાગતી અને રૂચિકા ઓબરોય દ્વારા નિર્દેશિત એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ અને ટાઈગર બેબી દ્વારા નિર્મિત વેબ સીરિઝ 'દહાડ' બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે. તેમાં સોનાક્ષી સિંહા, વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ મુખ્ય ભૂમિકામાં છે. બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી આ ભારતની પ્રથમ વેબ સીરિઝ છે.
આ વેબ સીરિઝમાં રાજસ્થાનના એક નાના શહેરને બતાવશે. તેના 8 એપિસોડમાં એક ક્રાઈમ ડ્રામાની સ્ટોરી છે. તેસ્થાનિક પોલીસ સ્ટેશનમાં સબ-ઈન્સ્પેક્ટર અંજલી ભાટી અને તેમના સાથીદારોની સ્ટોરી છે. વેબ સીરિઝમાં એક પછી એક મહિલાઓ જાહેર બાથરૂમમાં રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવે છે. તેની તપાસની જવાબદારી સબ ઈન્સ્પેક્ટર અંજલી ભાટીને સોંપવામાં આવી છે. પહેલા આ મૃત્યુને આત્મહત્યા તરીકે નોંધવામાં આવે છે પરંતુ કેસોની વધતી સંખ્યા જોઈને અંજલી ભાટીને શંકા થાય છે અને તે એક સીરિયલ કિલર પર શંકા કરે છે. ત્યારબાજ સ્ટોરી ગુનેગાર અને પોલીસ વચ્ચે ચાલતી રમતની છે.
જોય અખ્તરે ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર પોસ્ટ કરતા લખ્યું હતું કે, દહાડ એટ બર્લિનેલ. ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી પ્રથમ ભારતીય વેબસીરિઝ! શ્વેતા બચ્ચન સહિત અનેક લોકોએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. તમને જણાવી દઈએ કે 'દહાડ' પહેલા રીમા કાગતીએ તલાશ, જિંદગી ના મિલેગી દોબારા, ગલી બોય (ધ બર્લિનેલમાં પણ પ્રસ્તુત)અને મેડ ઈન હેવન જેવી અનેક ફિલ્મો આપી હતી. રીમા કાગતી અને રૂચિકા ઓબરોય દ્વારા નિર્દેશિત રિતેશ સિધવાની, જોયા અખ્તર, રીમા કાગતી અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત 'દહાડ' 2023માં રિલીઝ થવાની છે.