Get The App

દાદા સાહેબ ફાળકે પુણ્યતિથિ: ભારતીય સિનેમાના પિતામહ કહેવાતા દાદા સાહેબ ફાળકેની પહેલી ફિલ્મનું બજેટ હતુ આટલા રૂપિયા

Updated: Feb 16th, 2023


Google NewsGoogle News
દાદા સાહેબ ફાળકે પુણ્યતિથિ: ભારતીય સિનેમાના પિતામહ કહેવાતા દાદા સાહેબ ફાળકેની પહેલી ફિલ્મનું બજેટ હતુ આટલા રૂપિયા 1 - image


મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર

હિન્દી સિનેમામાં રસ રાખનારા લોકોમાં કદાચ જ કોઈ એવુ હશે જેણે દાદા સાહેબ ફાળકેનું નામ સાંભળ્યુ નહીં હોય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું નામ ખૂબ સન્માનપૂર્વક લેવામાં આવે છે. તેમને ભારતીય સિનેમાના પિતામહ પણ કહેવામાં આવે છે. સિનેમાને લઈને તેમની દિવાનગીનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમણે ફિલ્મ બનાવવા માટે પોતાની પત્નીના ઘરેણા દાવ પર લગાવી દીધા હતા. આ સિવાય તેઓ પોતાની ફિલ્મની હિરોઈનની શોધણાં રેડ લાઈટ એરિયા સુધી પણ પહોંચી ગયા હતા. 

જોકે, લાખો મુસીબતો છતાં તેઓ ફિલ્મ બનાવીને જ રહ્યા. દાદા સાહેબનું અસલી નામ ધુંડિરાજ ગોવિંદ ફાળકે હતુ. તેમનો જન્મ 30 એપ્રિલ 1870માં થયો હતો. તેમના પિતા ગોવિંદ સદાશિવ ફાળખે સંસ્કૃતના વિદ્વાન અને મંદિરમાં પૂજારી હતા. વર્ષ 1913માં તેમણે રાજા હરિશચંદ્ર નામની પહેલી ફુલ લેન્થ ફીચર ફિલ્મ બનાવી હતી. દાદા સાહેબ માત્ર એક નિર્દેશક જ નહીં પરંતુ એક જાણીતા નિર્માતા અને સ્ક્રીન રાઈટર પણ હતા. તેમણે 19 વર્ષના ફિલ્મી કરિયરમાં 95 ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મો બનાવી.

દાદા સાહેબ ફાળકે પુણ્યતિથિ: ભારતીય સિનેમાના પિતામહ કહેવાતા દાદા સાહેબ ફાળકેની પહેલી ફિલ્મનું બજેટ હતુ આટલા રૂપિયા 2 - image

દાદા સાહેબ ફાળકેને ફિલ્મ બનાવવાનો વિચાર ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ જોયા બાદ આવ્યો. આ ફિલ્મે તેમની ઉપર એટલી ઊંડી છાપ છોડી કે તેમણે નક્કી કરી લીધુ કે હવે તેમને પણ ફિલ્મ બનાવવી જ છે. જોકે, આ કામ સરળ નહોતુ. આ માટે તેઓ એક દિવસમાં ચાર-પાંચ કલાક સિનેમા જોયા કરતા હતા, જેથી તેઓ ફિલ્મ મેકિંગની ઝીણવટ શીખી શકે. રિપોર્ટ અનુસાર તેમની પહેલી ફિલ્મનું બજેટ 15 હજાર રૂપિયા હતુ. જે માટે તેમણે તેમનુ બધુ જ દાવ પર લગાવી દીધુ હતુ. 

તે સમયે ફિલ્મ બનાવવા માટેના જરૂરી સાધનો માત્ર ઈન્ગલેન્ડમાં મળતા હતા જ્યાં જવા માટે તેમણે પોતાના જીવનની તમામ જમા-પૂંજી લગાવી દીધી હતી. પહેલી ફિલ્મ બનાવવામાં તેમને લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. દાદા સાહેબની છેલ્લી મૂક ફિલ્મ સેતુબંધન હતી. દાદા સાહેબે 16 ફેબ્રુઆરી 1944એઆ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. ભારતમાં સિનેમાની શરૂઆત કરવા માટે તેમના સન્માનમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 1969માં આની શરૂઆત થઈ હતી. દેવિકા રાનીને પહેલીવાર આ એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા.


Google NewsGoogle News