સની લિઓની દ્વારા ગંગા આરતી દરમિયાન ભીડ બેકાબૂ
- પરંપરાગત વસ્ત્રો, માથે તિલક સાથે સજ્જ
- સની ધાર્મિક ફિલ્મમાં કામ કરવા તૈયારઃ પ્રેસ કોન્ફરન્સમાં પણ પોલીસ બોલાવવી પડી
મુંબઇ : હાલ વારાણસી પહોંચેલી સની લિઓનીને સંપૂર્ણ આધ્યાત્મિક અવતારમાં જોઈ તેના ચાહકો છક થઈ ગયા હતા. ધર્મનગરી વારાણસીમં સનીને નિહાળવા માટે ચાહકોએ ભારે પડાપડી કરી હતી અને બેકાબૂ ભીડ જામી હતી. સનીએ બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમા ંપણ ટોળાં ઘૂસી જતાં પોલીસ બોલાવવી પડી હતી. સનીએ અહીં મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે પોતાને તક મળે તો ધાર્મિક વિષયવસ્તુ ધરાવતી ફિલ્મમાં પણ કામ કરવા તૈયાર છે.
એક મ્યુઝિક આલ્બમના પ્રમોશન માટે વારાણસી પહોંચેલી ં સનીનું તેનું આધ્યાત્મિક રૂપ જોવા મળ્યું હતું.ે સની લિયોની પારંપારિક પરિધાન પહેરીને,માથ તિલક લગાડીને પ્રાચીન દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી માટે પહોંચી હતી. આ પહેલા તેણે બાબા વિશ્વનાથના દર્શન કર્યાં હતાં અને પૂજ ા પણ કરી હતી.
સનીનો દશાશ્વમેઘ ઘાટ પર આરતી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વખતે ઘાટ પર ભીડ બેકાબૂ બની ગઈ હતી. પોલીસને આ ભીડ મેનેજ કરવામાં નાકે દમ આવ્યો હતો.
સનીની પ્રેસ કોન્ફરન્સ વખતે પણ લોકોનાં ટોળેટોળાં ઘૂસી જતાં પોલીસ બોલાવવી પડી હતી.
મીડિયા સંવાદમાં સનીએ પોતે વારાણસીમાં અલગ જ અનુભૂતિ કરી રહી હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે પોતે તક મળે તો ધાર્મિક ફિલ્મમાં કામ કરવા માટે પણ તૈયાર છે.