ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રીને લાગ્યો 'જેકપોટ', તેલુગુ ફિલ્મમાં મળ્યો 'રોલ'
Dhanashree Verma: કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના સંબંધોનો અંત આવ્યો છે. એવામાં હવે યુઝવેન્દ્ર ચહલ આરજે મહવશને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. તો સામે ધનશ્રીના જીવનમાં પણ ખુશીઓ આવી ગઈ છે. ધનશ્રીને તેની પહેલી ફિલ્મ મળી ગઈ છે અને આ સાથે જ તે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરશે.
ધનશ્રી તેલુગુ ફિલ્મથી કરવા જઈ રહી છે ડેબ્યૂ
ધનશ્રી વર્મા હવે ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ધનશ્રી વર્મા તેલુગુ ફિલ્મ 'અકાશમ દાતી વાસ્તવ'થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.
આ એક ડાન્સ આધારિત ફિલ્મ હશે. જેનું નિર્માણ દિલ રાજુ અને ફિલ્મનું દિગ્દર્શન શ્રી શશી કુમાર કરી રહ્યા છે. તેમજ આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, આ અંગેની માહિતી ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી
આ અંગે પોસ્ટ શેર કરતા ધનશ્રીએ કેપ્શનમાં લખ્યું, 'શૂટ રેપ. મારી પહેલી ફિલ્મ, મારી ખાસ ફિલ્મ અને આ તમારા માટે છે, હૈદરાબાદ. પહેલી ફિલ્મ પૂરી કરવાનો અહેસાસ કંઈક અલગ જ હોય છે. હું ખૂબ જ ઉત્સાહિ અને નર્વસ છું. મારી અદ્ભુત ટીમ અને દિલ રાજુ પ્રોડક્શન્સ સાથે ખૂબ જ મજા આવી. થિયેટરોમાં મળીશું.'
જો કે, આ બધા સમાચારો વચ્ચે, ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી. હવે જોવાનું એ છે કે તેમની ફિલ્મ મોટા પડદા પર ક્યારે રિલીઝ થશે.
આ પણ વાંચો: 'મુસ્લિમ હોવાને નાતે હું હિન્દુઓથી...', જાણીતી 'કાશ્મીરી' અભિનેત્રીએ માફી માગી
યુઝવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા પછી લાઈમલાઈટમાં આવી હતી ધનશ્રી
ધનશ્રી વર્મા વર્ષ 2020 માં પહેલી વાર ચર્ચામાં આવી જ્યારે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના સંબંધો ઓફિશિયલ થયા હતા. લોકડાઉન દરમિયાન, બંને સોશિયલ મીડિયા પર ખૂબ સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બંનેએ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્ન કર્યા. ધનશ્રી પણ ઘણી વખત ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળી હતી. પરંતુ પછી ફેબ્રુઆરી 2025 માં, બંનેએ હંમેશા માટે અલગ થવાનો નિર્ણય લીધો. લગભગ ચાર વર્ષ પછી તેમના લગ્ન તૂટી ગયા.