Get The App

સ્ત્રી-થ્રી તત્કાળ નહીં બને સર્જકો સ્ટોરીની શોધમાં

Updated: Dec 10th, 2024

GS TEAM


Google News
Google News
સ્ત્રી-થ્રી તત્કાળ નહીં બને સર્જકો સ્ટોરીની શોધમાં 1 - image


- ફક્ત કમાવા ખાતર કોઈ ઉતાવળ નહિ થાય

- આગામી બે-ત્રણ  વર્ષમાં રીલિઝ થવાની શક્યતા નથી, રાજ કુમાર રાવે કન્ફર્મ કર્યું

મુંબઇ : રાજ કુમાર રાવ તથા શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી ટૂ'એ ૮૦૦ કરોડથી વધુનું બોક્સ ઓફિસ  કલેક્શન કર્યું છે. પરંતુ, આગામી બે-ત્રણ વર્ષ સુધી તેનો ત્રીજો ભાગ આવવાનો નથી. ખુદ રાજકુમાર રાવના જણાવ્યા અનુસાર સર્જકો ત્રીજો ભાગ બનાવવા ઈચ્છે છે પરંતુ તેઓ તે માટે યોગ્ય સ્ટોરી શોધી રહ્યા છે. રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, મોટા ભાગે એવું બનતું હોય છે કે, ફિલ્મ હિટ જતાં જ  તેની સીકવલ બનાવી ફ્રેન્ચાઈઝી વેલ્યૂનોે ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે. પરંતુ સ્ત્રીના નિર્માતાને એવી કોઈ ઉતાવળ નથી. તેઓ યોગ્ય સ્ક્રિપ્ટની રાહ  જોશે પછી જ આગળ વધશે. 'સ્ત્રી'ના પહેલા અને બીજા ભાગ વચ્ચે છ વર્ષનો સમય લાગ્યો હતો. જોકે, ત્રીજા ભાગને એટલો લાંબો સમય નહિ લાગે તેમ રાજ કુમાર રાવે કહ્યું હતું. 

'સ્ત્રી ટૂ'ના અંતમાં જ ફિલ્મનો હજુ ત્રીજો ભાગ આવી શકે છે તેવો સંકેત અપાયો છે.

 હોરર કોમેડીનાં યુનિવર્સનો વિસ્તાર થવાની સંભાવના પણ અંતમાં દર્શાવાઈ હતી.

Tags :