VIDEO: વિદ્યુત જામવાલની ધરપકડ, ‘ક્રેક’નું ટ્રેલર રિલીઝ થતા જ આવી મુસીબત

વિદ્યુત જામવાલ પર ફિલ્મમાં જોખમી સ્ટંટ કરવાનો આરોપ

તસવીરમાં એક્ટર પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યો

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
VIDEO: વિદ્યુત જામવાલની ધરપકડ, ‘ક્રેક’નું ટ્રેલર રિલીઝ થતા જ આવી મુસીબત 1 - image


Vidyut Jammwal Custody In Railway Police : ધમાકેદાર એક્શન કરનાર બૉલીવૂડ એક્ટર વિદ્યુત જામવાલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ મુંબઈની રેલવે પોલીસે વિદ્યુત જામવાલને કસ્ટડીમાં લીધો છે. એક્ટર પર ફિલ્મમાં જોખમી સ્ટંટ કરવાનો આરોપ લગાવાયો છે.

જોખમી સ્ટંટ કરવાનો આરોપ

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના બાંદ્રા ઓફિસની એક તસવીર સામે આવી છે, જેમાં એક્ટર પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યો છે. સૂત્રો જણાવ્યા મુજબ ફિલ્મોમાં કથિત જોખમી સ્ટંટ કરવા બદલ એક્ટરને કસ્ટડીમાં લેવાયો છે. જોકે હજુ સુધી આરોપો અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. અહેવાલ મુજબ બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આરપીએફ ઓફિસ આવેલી છે.

‘ક્રેક’ ટ્રેલર રિલીઝ થયા બાદ જામવાલ પર આવી મુસીબત

ઉલ્લેખનિય છે કે, વિદ્યુત જામવાલની અપકમિંગ ફિલ્મ ‘ક્રેક’ (Crakk)નું શુક્રવારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં તે ખતરનાક એક્શન સિક્વન્સ કરતો જોવા મળ્યો હતો. હાલ વિદ્યુત જામવાલ બૉલીવૂડમાં ખતરનાક સ્ટંટમેન તરીકે ઓળખાય છે.


Google NewsGoogle News