મારી લોકપ્રિયતા પચાવી ના શક્યો: અનન્યા પાંડેએ જણાવ્યું બ્રેકઅપનું કારણ, જુઓ શું કહ્યું
Image: Facebook
Ananya Panday: જ્યારથી અનન્યા પાંડે એક્ટર બની છે ત્યારથી તેના રોમેન્ટિક સંબંધો લોકોની નજરમાં છે. જોકે અનન્યાએ ક્યારેય પણ પોતાના સંબંધો વિશે સીધી રીતે ખુલીને વાત કરી નથી પરંતુ ચાહકો એ વાત પર નજર રાખે છે કે તે કોને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં અનન્યાએ જણાવ્યું કે કેવી રીતે તે પોતાને પોતાના સંબંધોમાં સંપૂર્ણરીતે ડૂબાવી દેવાનું પસંદ કરે છે અને એટલે સુધી કે પોતાને બદલવાની વાતનો પણ સ્વીકાર કર્યો જેથી તે કામ કરી શકે. તે વાતચીતમાં તેણે યુવકોમાં ગ્રીન ફ્લેગ જોવા વિશે પણ વાત કરી. સાથે જ અનન્યાએ જણાવ્યું કે યુવકોને યુવતીઓની લોકપ્રિયતા પચતી નથી. મારો સંબંધ તૂટવામાં પણ આ એક મોટું કારણ હતું.
અનન્યાએ કહ્યું, 'મને નથી લાગતું કે તમે કોઈ સંબંધમાં તાત્કાલિક રેડ ફ્લેગ જુઓ છો. જ્યારે તમે કોઈ સંબંધથી બહાર થાવ છો તો તે સમયે તમને અનુભવાય છે કે તેને વધુ શ્રેષ્ઠ કરી શકાય તેમ હતો જો હું કોઈ સંબંધમાં છું તો હું તેને ઉકેલવા માટે બધું જ કરીશ. હું લોકોમાં બેસ્ટ જોવું છું અને પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું. એક સંબંધમાં પોતાનું બધું જ આપું છું પરંતુ હું પોતાના પાર્ટનરથી પણ એ આશા કરું છું. મારા માટે અધૂરા મનથી કામ ચાલતું નથી જો તમે કોઈ સંબંધમાં છો તો તમારે વફાદારી અને સન્માન બતાવવું પડશે.
મિત્ર હોવું ખૂબ જરૂરી
અનન્યાએ એ વાત પર પણ જોર આપ્યું કે રોમેન્ટિક પાર્ટનર માટે મિત્ર હોવું જરૂરી છે. એકબીજાને આંકવાથી ડરવું જોઈએ નહીં. ભૂતકાળમાં એવા ઉદાહરણ છે જ્યાં મે મારા પાર્ટનર માટે પોતાને બદલી દીધી છે. તમે સંબંધની શરૂઆતમાં ઈમ્પ્રેસ કરવા માટે બાબતો કરો છો અને તમને અહેસાસ થતો નથી કે તમે સાથી માટે કેટલું બદલાઈ રહ્યાં છો.