મેટ ગાલામાં કોપી-પેસ્ટઃ આલિયાએ દીપિકા જેવી જ સાડી પહેરી

Updated: May 8th, 2024


Google NewsGoogle News
મેટ ગાલામાં કોપી-પેસ્ટઃ આલિયાએ દીપિકા જેવી જ સાડી પહેરી 1 - image


- 163 કસબીઓ 1965 કલાક કામ કરી સાડી બનાવી

- કેટરિનાએ વેડિંગ રિસેપ્શનમાં આવી જ સાડી પહેરી હતીઃ લોકોએ ફેશન ડિઝાઈનરની ધૂળ કાઢી

મુંબઈ : મેટ ગાલા ઈવેન્ટમાં બીજીવાર પહોંચેલી આલિયા ભટ્ટે પહેરેલી સાડી અગાઉ દીપિકાએ ધારણ કરેલી સાડી જેવી જ હોવા બાબતે નેટ યૂઝર્સનું ધ્યાન ખેંચાયું હતું. એક જ સરખી ડિઝાઈન તથા મટિરિયલને કોપી કરતા રહેતા બોલીવૂડના જાણીતા ડિઝાઈનરની લોકોએ સોશિયલ મીડિયામાં ધૂળ કાઢી નાખી હતી. 

સંખ્યાબંધ લોકોએ જણાવ્યું હતું કે અગાઉ દીપિકાએ ૨૦૧૭માં એક ઈવેન્ટમાં પહેરેલી સાડી તથા તે ઉપરાંત કેટરિનાએ તેનાં વેડિંગ રિસેપ્શનમાં પહેરેલી સાડી જેવી જ સાડી આલિયાએ પહેરી છે. બોલીવૂડના ડિઝાઈનર્સને એકસરખી  ફલોરલ એમ્બ્રોઈડરીની  ડિઝાઈનથી આગળ કશું સૂઝતું નથી કે શું તેવો સવાલ લોકોએ કર્યો હતો. લોકોએ કેટરિના તથા દીપિકાના આ પ્રકારના ફોટા પણ સરખામણી માટે પોસ્ટ કરી દીધા હતા. 

જોકે, કેટલાક લોકોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે ડિઝાઈનર્સ તો સેલિબ્રિટી સમક્ષ એકથી વધારે ઓપ્શન રજૂ કરતા હોય છે. આલિયાએ જાતે દીપિકા જેવી જ સાડી સિલેક્ટ કરી હોય તો તેમાં દોષ આલિયાનો છે. આમ પણ આલિયા ભૂતકાળમાં દીપિકાની નકલ કરી ચૂકી છે. 

બીજી તરફ આલિયાએ પોતે  એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની સાડીના ગુણગાન ગાયાં હતાં. 

તેણે કહ્યું હતું કે ૧૬૩ કસબીઓએ સાથે મળીને કુલ ૧૯૬૫ કલાક કામ કરીને આ કલાત્મક સાડી બનાવી છે. આલિયાએ કહ્યું હતું કે આ વખતની મેટ ગાલા ઈવેન્ટની થીમ ગાર્ડન ઓફ ધી ટાઈમ હતી. મેં કેવી  રીતે કળા અનંત ચિરકાલીન હોય છે તે દર્શાવવા માટે આ સાડી પસંદ કરી હતી. મેં અને ડિઝાઈનરે હાથભરત, કિંમતી નંગ અને મનોહર મોતીકામ તથા લટકણની સાથે એકદમ ઝીણા કસબ ધરાવતાં વ પરિધાન પર ફોક્સ કર્યું હતું. ૧૯૨૦ના અરસાની શૈલીની છાપ ધરાવતી આ સાડીના રંગમાં પૃથ્વી, આકાશ તથા સમુદ્ર જેવાં પ્રાકૃતિક પરિમાણોનો સમન્વય છે. 


Google NewsGoogle News