સની દેઓલ અને અમીશા પટેલે ગુરુદ્વારામાં ગાઢ આલિંગન સાથે કિસ કરતાં વિવાદ
- વૈશાખીનો સીન શૂટ કરવાનું કહી મંજૂરી લીધી અને ચૂંબનો કર્યાં
- સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પંચકુલાની ગુરુદ્વારા કમિટી તથા એસજીપીસીનો વિરોધઃ સર્જકોએ માફી માગી
મુંબઈ : સની દેઓલ અને અમીશા પટેલે ફિલ્મ ગદર પાર્ટ ટુ ના એક સિંગના શૂટિંગ દરમિયાન પંચકુલાના એક ગુરુદ્વારા ની અંદર જ તાલીમ અને આલિંગન અને ચુંબનના સીન શૂટ કરતા ભારે વિવાદ થયો છે પંચકુલાની ગુરુદ્વારા કમિટી ઉપરાંત શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પણ આ બનાવ અંગે વાંધો લઈ તપાસની માગણી કરી હતી. વિવાદ બહુ ચગતાં ફિલ્મના સર્જકોએ માફી માગી હતી.
આ બાબતે ભારે હોબાળા બાદ ગુરુદ્વારા કમિટીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વૈશાખી ના તહેવારની ઉજવણીનો સીન છે એમ કહી શૂટિંગ માટે પરવાનગી લેવામાં આવી હતી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ખ્યાલ આવ્યો હતો કે ગુરુદ્વારામાં અભદ્ર દૃશ્યોનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. એક ધામક સ્થળ ની અંદર આ પ્રકારની હરકત બિલકુલ અસહનીય અને અશોભનીય છે. આવાં અભદ્ર દૃશ્યોનું શૂટિંગ થવાનું છે એવો તેમને સહેજ પણ અંદેશો હોત તો તેમણે આ મંજૂરી ન આપી હોત.
બીજી તરફ ફિલ્મના સર્જક અનિલ શર્માએ માફી માગવાની સાથે જોકે, એવી સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર વિવાદ ગેરસમજના કારણે સર્જાયો છે. કોઈએ ખાનગી મોબાઈલ પરથી ક્લિપ વાયરલ કરી છે જે યોગ્ય રીતે એડિટ થઈ નથી.