Get The App

શાહરુખે રામચરણને ઈડલી વડાં કહીને સંબોધતાં વિવાદ

Updated: Mar 5th, 2024

GS TEAM


Google News
Google News
શાહરુખે રામચરણને ઈડલી વડાં કહીને સંબોધતાં વિવાદ 1 - image


- રામચરણની પત્નીની મેક અપ આર્ટિસ્ટનો દાવો

- જોકે, સંખ્યાબંધ ચાહકોએ શાહરુખે કોઈ રંગદ્વૈષી ટિપ્પણી નહીં કરી હોવાનો બચાવ કર્યો

મુંબઈ: શાહરુખ ખાને જામનગરમાં અનંત અંબાણીની પ્રિ વેડિંગ ઈવેન્ટ વખતે રામચરણ માટે 'ઈડલી વડા' એવું સંબોધન કરી તેનું અપમાન કર્યું હોવાનો દાવો રામચરણની પત્ની ઉપાસનાની મેક અપ આર્ટિસ્ટ ઝેબા હસને કર્યો છે. 

ઝેબાના જણાવ્યા અનુસાર પોતે આ ટિપ્પણી સહન કરી શકી ન હતી અને તેથી પોતે ફંકશનમાંથી બહાર આવતી રહી હતી. ઝેબાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ શેર કર્યો છે. 

જોકે, શાહરુખના ચાહકોએ ઝેબાના દાવાને તરત જ ફગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે શાહરુખે ફિલ્મ 'વન ટૂ કા ફોર'નો તેનો એક ડાયલોગ રિપિટ જ કર્યો હતો. શાહરુખે બહુ ઉતાવળે અને સાહજિક રીતે આમ કર્યું હતું અને તેનો રામચરણનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો. 

કેટલાક ચાહકોએ એ વાત પર પણ ધ્યાન દોર્યું હતું કે શાહરુખ રામચરણ કરતાં સિનિયર એક્ટર છે તેમ છતાં પણ તેણે રામચરણને બહુ આદર સાથે સ્ટેજ પર બોલાવ્યો હતો અને એટલું જ નહીં તેણે રામચરણનું ઝુકીને અભિવાદન પણ કર્યું હતું.  રામચરણ અને શાહરુખ ખાન વચ્ચે આમ પણ બહુ સારી દોસ્તી હોવાનું કહેવાય છે. 

આ ઈવેન્ટમાં શાહરુખ ખાને રામચરણના 'આરઆરઆર' ફિલ્મનાં ગીત 'નાટુ નાટુ'નાં સ્ટેપ પણ કર્યાં હતાં. 


Tags :