Get The App

મહાઠગ સુકેશે જેકલીન અને નોરાની સાથે સાથે જહાન્વી કપૂર, ભૂમિ અને સારાને પણ મોંઘીદાટ ગિફટસ આપી હતી

Updated: Feb 23rd, 2022

GS TEAM


Google News
Google News
મહાઠગ સુકેશે જેકલીન અને નોરાની સાથે સાથે જહાન્વી કપૂર, ભૂમિ અને સારાને પણ મોંઘીદાટ ગિફટસ આપી હતી 1 - image


નવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી.2022

મની લોન્ડરિંગના આરોપમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર સામે ચાલી રહેલી તપાસમાં ઈડીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યુ છે કે, સુકેશ બોલીવૂડની ઘણી હીરોઈનો સાથે સંપર્કમાં હતો.

ઈડીનુ કહેવુ છે કે, તે માત્ર જેકલીન અને નોરા ફતેહીને જ નહીં પણ સારા અલી ખાન, ભૂમી પેડનેકર તેમજ જાનવી કપૂર જેવી હીરોઈન્સને પણ મોંઘી ભેટ આપતો હતો.

એક અંગ્રે્જી ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર ઈડીની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આ નવા નામો પણ સામે આવ્યા છે.આ પહેલા જેકલીન સાથેના સુકેશના ફોટોગ્રાફ વાયરલ થઈ ચુકયા છે.જેનાથી બધાના હોશ ઉડી ગયા હતા.

ઈડી દ્વારા અગાઉ ઘટસ્ફોટ કરાયો હતો કે, સુકેશે જેકલીનને કરોડો રુપિયાની કાર, ડાયમંડના ઘરેણા, મોંઘોદાટ ઘોડો સહિતની ગિફ્ટસ આપી હતી.નોરા ફતેહી તો આ મામલામાં પોતાને બચાવવા માટે સરકારી સાક્ષી બની ચુકી છે.

સુકેશ પર જેલમાં બેઠા બેઠા કરોડો રુપિયાની હેરફેર કરવાનો આરોપ છે અને ઈડી તેની ઘણા સમયથી તપાસ કરી રહી છે.

Tags :