ભૂતબંગલામાં કોમેડીના મહારથીઓ પરેશ રાવલ, અસરાનીની પણ એન્ટ્રી
- રાજપાલ યાદવને પણ મહત્વનો રોલ
- અક્ષયની ડૂબતી કારકિર્દી માટે આશા સમાન ફિલ્મનું શૂટિંગ 2025માં શરુ થશે
મુંબઇ : અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ 'ભૂતબંગલા'માં કોમેડીના મહારથીઓ પરેશ રાવલ, અસરાની અને રાજપાલ યાદવની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને વર્ષના અંત સુધઈમાં રીલિઝ કરાશે.
ખુદ અક્ષય કુમાર ઉપરાંત એકતા કપૂર પણ આ ફિલ્મનું નિર્માણ સાથે મળીને કરી રહ્યા છે.
પ્રિયદર્શન અને અક્ષય કુમારે ભૂતકાળમાં 'દે દના દન',' હેરા ફેરી', 'ગરમ મસાલા', 'ભાગમભાગ', 'ખટ્ટા મીઠ્ઠા 'અને 'ભૂલ ભૂલૈયા 'ફિલ્મોમાં સાથે કામકર્યું છે. તેમાં ઘણી ફિલ્મોમાં પરેશ રાવલ અને અસરાની પણ અક્ષય સાથે જોવા મળ્યા છે. ખાસ કરીને અક્ષય કુમાર અને પરેશ રાવ કોમેડી ફિલ્મો માટે હિટ જોડી પુરવાર થયા છે.