કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને શરીરમાં ઈન્ફેક્શન, ફરી વેન્ટિલેટર પર ખસેડાયા
નવી દિલ્હી,તા.2 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની સ્થિતિ સુધરી રહી હતી પણ શરીરમાં થયેલા ઈન્ફેક્શન અને તાવના કારણે ફરી તેમને વેન્ટિલેટર પર મુકવાની ફરજ પડી છે.
ગુરુવારે રાજુને 100 ડિગ્રી તાવ હતો અને એ પછી ડોકટરોએ તેમને વેન્ટિલેટર પર મુકવાનુ નક્કી કર્યુ હતુ. ડોકટરોનુ કહેવુ છે કે, શરીરમાં ઈન્ફેક્શનના કારણે તેમને વાંરવાર તાવ આવી રહ્યો છે.
રાજુ શ્રીવાસ્તવ 24 દિવસથી દિલ્હી એઈમ્સમાં દાખલ છે. આ દરમિયાન તેમને એક વખત હોશ આવ્યો હતો. થોડા દિવસો સુધી તેમની તબિયત સુધરી હતી પણ ફરી તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા છે.
શરીરમાં ઈન્ફેક્શનના વધે તે માટે ડોકટરોએ હવે રાજુની પત્ની અને દીકરીને બાદ કરતા બીજા કોઈને પણ એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવી દીધી છે. રાજુના બ્લડ પ્રેશર, ઓક્જિન લેવલ અને હાર્ટ બીટ સામાન્ય છે અને તે એક સારી વાત છે.