જૉની લિવરે બોલીવૂડના બંને ખાનના દિલ ખોલીને કર્યા વખાણ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
જૉની લિવરે બોલીવૂડના બંને ખાનના દિલ ખોલીને કર્યા વખાણ 1 - image


નવી મુંબઇ,તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

ફેમસ કોમેડી સ્ટાર જોની લીવરે ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેમણે લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું હતું. એક્ટરે શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર, આમિર, અમિતાભ, અનિલ કપૂર જેવા સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. આટલું જ નહીં તેમણે ઘણા કલાકારોને સુપરસ્ટાર બનતા પણ જોયા છે. એક ઇન્ટવ્યુહ દરમિયાન, જોની લીવરે ફિલ્મ સ્ટાર્સ વિશેના પોતાના વિચારો શેર કર્યા.

હાલમાં જ તેમણે શાહરૂખ અને સલમાનની વર્કિંગ સ્ટાઈલ જણાવી હતી. 

આ સિવાય જોની લીવરે તેમના બાળપણ, સંઘર્ષ, ખ્યાતિ અને ફિલ્મ જગતમાં કો-સ્ટાર્સ સાથેના તેના સંબંધો વિશે વાત કરી.  શાહરૂખ ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતા જોની લિવરે કહ્યું કે, 'અમે બંનેએ 'બાઝીગર'માં સાથે કામ કર્યું છે, આ પહેલા તે 'રાજુ બન ગયા જેન્ટલમેન'માં નજર આવ્યા હતા. પરંતુ, તે સમયે તે એટલા પ્રખ્યાત નહોતા. શૂટિંગ દરમિયાન મને શાહરૂખ કરતાં વધુ લોકો ઓળખતા હતા. તે સમયે હું સ્ટાર હતો અને શાહરૂખ ઉભરતા સ્ટાર હતા.

આ સિવાય કિંગ ખાન ઘણી મહેનત કરે છે તેમના જેવા મહેનતી એક્ટર તેમણે જોયા નથી. જોની લીવરે વધુમાં કહ્યું કે, આજ સુધી તેમણે શાહરૂખ ખાન જેવો કોઈ મહેનતુ વ્યક્તિ જોયો નથી. 'અક્ષય કુમાર અને તે બંને ખૂબ જ મહેનતુ છે, પરંતુ તેમની વચ્ચે તફાવત છે. શાહરૂખ ખાન ફાઇટીંગ અને ડાન્સમાં નબળા હતા. મેં 'કરણ અર્જુન'માં સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. તેમાં સલમાન શૂટિંગ દરમિયાન પરફેક્ટ ટેક આપી રહ્યો હતો. શાહરૂખના કારણે રિટેક કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાને પોતાના પર ઘણું કામ કર્યું અને પોતાને સુપરસ્ટાર બનાવ્યો. હવે તે ડાન્સિંગમાં એક્સપર્ટ છે અને ફાઈટ પણ કરી શકે છે.

સલમાન ખાન મૂડી

અભિનેતાએ કહ્યું કે, સલમાન ખાન વિશે વાત કરતા જોની લીવરે કહ્યું કે, તે ખૂબ જ મૂડી છે. સલમાનને ફ્રી રહેવું ગમે છે અને તે વધારે ટેન્શન લેતો નથી. તે ખૂબ જ સરસ વ્યક્તિ છે અને પોતાની દુનિયામાં મગ્ન રહે છે. જોનીએ આગળ કહ્યું, 'શાહરુખ ખાન તેના કામને લઈને ખૂબ જ ગંભીર છે અને તે જે પાત્ર ભજવી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી લે છે. જ્યારે સલમાન બેફિકર રહે છે. સમયની સાથે શાહરૂખે જે પણ કર્યું તે લોકોને પસંદ આવવા લાગ્યું. તે પોતાના કામમાં મગ્ન રહ્યો.

શાહરૂખ અને જોની લીવર વચ્ચે સંબંધો ઘણા સારા છે. બંને એક્ટરે 'કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ', 'બાઝીગર', 'કરણ અર્જુન', 'કોયલા', 'યસ બોસ', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'ચમત્કાર', 'ચલતે ચલતે' ફિલ્મોમાં કામ કર્યુ છે. 

બંનેનું ઓન-સ્ક્રીન ટાઈમિંગ પણ અદ્ભુત માનવામાં આવે છે. આ સિવાય જોનીએ સલમાન સાથે 'ચોરી ચોરી ચૂપકે ચુપકે', 'હેલો બ્રધર', 'દુલ્હન હમ લે જાયેંગે', 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


Google NewsGoogle News