Get The App

CIDના જાણીતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, હાલ વેન્ટિલેટર સપોર્ટ પર

CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળતા દિનેશ ફડનીસને આવ્યો હાર્ટ એટેક

અભિનેતા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે,આ વાતની પુષ્ટિ દયાનંદ શેટ્ટીએ કરી

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
CIDના જાણીતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, હાલ વેન્ટિલેટર સપોર્ટ પર 1 - image


Fredericks/ Dinesh Phandis Heart Attack: પોપ્યુલર ટીવી શો CIDમાં ઇન્સ્પેકટર ફ્રેડરિક્સ તરીકે જાણીતા બનેલા દિનેશ ફડનીસને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેઓ હાલ જીંદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે. 

દિનેશ ફડનીસને આવ્યો હાર્ટ એટેક 

દિનેશ ફડનીસને હાર્ટએટેક આવ્યો હોવાથી હાલ તેઓ મુંબઈની આનન ફાનન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હાલ ખુબ ગંભીર હોવાથી તેમને ડોકટરે વેન્ટીલેટર પર રાખ્યા હોવાની જાણકારી મળે છે. આ વાતની પુષ્ટિ દયાનંદ શેટ્ટી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તેમની હાલત પહેલા કરતા થોડી સારી છે. જેમાં ટ્રીટમેન્ટનો બોડી સારો રિસપોન્સ આપી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. પરતું આ સમાચારથી દિનેશના ફેન્સને ખુબ આઘાત લાગ્યો છે. ફેન્સ તેમના પ્રિય અભિનેતા માટે હાલ પ્રાર્થના કરી રહ્યા છે. 

દિનેશ દ્વારા કરવામાં આવ્યા છે આ રોલ 

90ના દશકની પોપ્યુલર ટીવી સિરિયલ CIDમાં તેમને ખુબ જ લાંબા સમય માટે કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ જોવા મળ્યા હતા. પણ ઘણા લાંબા સમયથી તેઓ એક્ટિંગ કરિયરથી દુર છે પરંતુ મરાઠી ફિલ્મો માટે તેઓ સ્ક્રિપ્ટ રાઈટીંગ કરે છે.  

CIDના જાણીતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, હાલ વેન્ટિલેટર સપોર્ટ પર 2 - image


Google NewsGoogle News