Chunky Panday Birthday: બાંગ્લાદેશના 'શાહરૂખ ખાન' રહી ચૂક્યા છે ચંકી પાંડે, ઈદ પર રિલીઝ કરવામાં આવતી તેમની ફિલ્મો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
Chunky Panday Birthday: બાંગ્લાદેશના 'શાહરૂખ ખાન' રહી ચૂક્યા છે ચંકી પાંડે, ઈદ પર રિલીઝ કરવામાં આવતી તેમની ફિલ્મો 1 - image

Image Source: Twitter

- ચંકી પાંડેની ફિલ્મ 'આંખે' એ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા હતા

મુંબઈ, તા. 26 સપ્ટેમ્બર 2023, મંગળવાર

બોલીવુડમાં જ્યારે પણ કોમિક સ્ટાર્સની વાત આવે છે તો ચંકી પાંડેનું નામ ઘણુ ઉપર આવે છે. ચંકી પાંડેએ પોતાની એક્ટિંગ અને પોતાની કોમેડી સ્ટાઈલના ડમ પર ચાહકો વચ્ચે એક અલગ ઓળખ બનાવી છે. ચંકી પાંડેનો બોલીવુડમાં આ સફર વર્ષો જૂનો છે અને તેમણે પોતાના આ સફરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ભલે કેટલાક લોકો આજે તેમને પાસ્તાના નામથી જાણે છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ચંકી બોલીવુડના ચાર્મિંગ એક્ટર કહેવાતા હતા. ચંકી આજે પોતાનો 61મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. 

ચંકી આ ફિલ્મથી રાતો-રાત સ્ટાર બની ગયા હતા

ચંકી પાંડેએ પોતાના કરિયરમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય હતો જ્યારે લીડ એક્ટર તરીકે ફિલ્મોમાં તેમનો જલવો હતો. 80ના દાયકાના અંત સુધીમાં ચંકી પાંડે સુપરસ્ટાર બની ગયા હતા. ચંકી પાંડેની ફિલ્મ 'આંખે' એ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા હતા આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી. ફિલ્મ 'આંખે'ના કારણે ચંકી પાંડેનું સ્ટારડમ ચરમસીમા પર હતું. આ ફિલ્મના કારણે તેમણે છોકરીઓના દિલ પર રાજ કરવા લાગ્યા હતા. છોકરીઓ તેમની ક્યુટનેસ અદા પર ફીદા થવા લાગી અને ફિલ્મ 'આખેં' બાદ તેમની ફેન ફોલોઈંગમાં તગડો વધારો થયો. આ ફિલ્મમાં  ચંકી પાંડે ગોવિંદા સાથે નજર આવ્યા હતા.

આ કારણોસર ચંકીની પોપ્યુલારિટી ખતમ થઈ ગઈ

'આંખે' ફિલ્મને મળેલા સારા રિસપોન્સ બાદ દરેકને લાગી રહ્યું હતું કે, ચંકી પાંડે આવનારા સમયના સુપરસ્ટાર છે પરંતુ તેવું ન થયું. 90ના દાયકા3ની શરૂઆત થતાં જ ચંકી પાંડેને કામ મળવાનું બંધ થઈ ગયું અને તેઓ ધીરે-ધીરે બોલીવુડમાંથી ગાયબ થવા લાગ્યા. ચંકી પાંડેનું સ્ટારડમ ઓછું થવા પાછળનું કારણ ખાન તિગડી રહ્યા છે. ચંકીએ પોતે જણાવ્યું હતું કે, 90ના દાયકામાં શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન આ ત્રણેયનું નામ અને પોપ્યુલારિટી ચારેય તરફ ફેલાઈ ગઈ હતી. ત્રણેય ખાનની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે, દરેક નિર્માતાની પહેલી પસંદ આ ત્રણ ખાન જ હતા. જેના કારણે ચંકી પાસે ફિલ્મની ઓફર આવવાની બંધ થઈ ગઈ.

શક્તિ કપૂરે ચંકીને લઈને કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

ભલે ખાન ત્રિપુટીના કારણે ચંકીની પોપ્યુલારિટી ઈન્ડિયામાં કંઈ ખાસ ન રહી પરંતુ પાડોસી દેશ બાંગ્લાદેશમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ વધારે હતી. તેમની સાથે સબંધિત એક કિસ્સો ચંકીના મિત્ર અને એક્ટર શક્તિ કપૂરે 'ધ કપિલ શર્મા શો'માં સંભળાવ્યો હતો. શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, ચંકી પાંડેલી લોકપ્રિયતા બાંગ્લાદેશમાં ખૂબ જ વધારે હતી. એક વાર તો હું પણ જોઈને હેરાન રહી ગયો હતો. મેં બાંગ્લાદેશમાં એક-બે શો કર્યા છે. ત્યાં લોકો મને પૂછી રહ્યા હતા કે, ચંકી પાંડે કેમ છે?

બાંગ્લાદેશના શાહરૂખ ખાન કહેવાય છે

બાંગ્લાદેશમાં ચંકી પાંડેની લોકપ્રિયતા એટલી હતી કે, ત્યાં લોકો તેમને બાંગ્લાદેશના શાહરૂખ ખાન માનતા હતા. જેમ ભારતમાં સલમાન ખાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થાય છે એવી જ રીતે ત્યાં ચંકી પાંડેની ફિલ્મ ઈદ પર રિલીઝ કરવામાં આવતી હતી. ચંકી પોતે પણ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને અંદાજો પણ નહોતો કે તે ભારત કરતાં બાંગ્લાદેશમાં વધુ લોકપ્રિય થશે.


Google NewsGoogle News