અમેરિકન એક્ટર અને તેમની 2 પુત્રીઓનું પ્લેન ક્રેશમાં મોત

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
અમેરિકન એક્ટર અને તેમની 2 પુત્રીઓનું પ્લેન ક્રેશમાં મોત 1 - image


તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર 

ટોમ ક્રૂઝ અને જ્યોર્જ ક્લુની સાથે ફિલ્મોમાં અભિનય કરનાર જર્મન-અમેરિકન અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવરનું  5 જાન્યુઆરીએ કેરેબિયન ટાપુના કિનારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં તેની બે પુત્રીઓનું પણ મોત થયું હતું.

રોયલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ પોલીસ ફોર્સે જણાવ્યું હતું કે, સેન્ટ લુસિયા જવાના માર્ગે ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે સમુદ્રમાં દુર્ઘટના થઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 51 વર્ષીય ઓલિવર અને તેમની પુત્રીઓ સિંગલ-એન્જિન પ્લેનમાં સવાર હતા જેણે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સના બેક્વિઆ આઇલેન્ડ એરપોર્ટથી લગભગ 12:10 વાગ્યે ઉડાન ભરી હતી.

આ ઘટના બાદ, ઓલિવર, જેમણે તાજેતરમાં આગામી ફિલ્મ "ફૉરએવર હોલ્ડ યોર પીસ" નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મના દિગ્દર્શક નિક લિયોન અને સહ કલાકાર બાઈ લિંગે શ્રદ્ધાંજલિ આપી છે.


Google NewsGoogle News