કેન્સર થયાની ખોટી અફવાઓ ફેલાવાતાં ચિરંજીવી છંછેડાયો
મુંબઈ: સાઉથનો મેગાસ્ટાર ચિરંજીવી પોતાના વિશે કેન્સરની બીમારીની અફવાઓથી ભારે છંછેડાયો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાને કેન્સર નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી અન ેસાથે સાથે આવી અફવાઓ ફેલાવનારાઓની આકરી ઝાટકણી પણ કાઢી હતી.
ચિરંજીવીના જણાવ્યા અનુસાર તે તાજતેરમાં એક કેન્સર સેન્ટરના ઉદ્ધઘાટન માટે ગયો હતો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે કેન્સર માટે નિયમિત ચેક અપ બહુ જરુરી છે પરંતુ લોકોમાં તે અંગે જાગૃતિ નથી. આથી પોતે લોક જાગૃતિ માટે થઈને ચેક અપ કરાવ્યું હતું. તેને કોઈ કેન્સરનું નિદાન થયું નથી. જોકે, ત્યારબાદ તેને કેન્સર થયું છે અને તેણે તેની સારવાર કરાવવી પડી છે તેવા અહેવાલો ફેલાયા હતા. સંખ્યાબંધ શુભેચ્છકોએ ચિરંજીવીને શુભેચ્છા સંદેશ પણ મોકલાવ્યા હતા.