'છાવા' એ 72 કલાકમાં વિક્કી કૌશલની 10 ફિલ્મોના તમામ રેકૉર્ડ તોડ્યા, જુઓ કેટલી કમાણી થઈ
'Chhaava' broke all records of Vicky Kaushal's 10 films : વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ 'છાવા'ને રિલીઝ થયાને 3 દિવસ થઇ ચૂક્યા છે. પરંતુ આટલા ઓછા સમયગાળામાં ફિલ્મે અનેક રેકોર્ડને તોડી નાખ્યા છે. હકીકતમાં ફિલ્મે ત્રણ દિવસમાં 100 કરોડના આંકડાને પાર કરી દીધો છે. આ સાથે જ છાવા એ વિકી કૌશલની પહેલાંની કુલ 11 ફિલ્મોમાંથી 10 ફિલ્મોનો બોક્સ ઓફિસ રેકોર્ડ માત્ર ૩ દિવસમાં જ તોડી નાખ્યો છે.
ત્રણ દિવસમાં વિક્કી કૌશલની અગાઉની ફિલ્મોના રેકૉર્ડ તૂટ્યા
છાવાના ત્રણ દિવસોની કમાણીના જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 33.1 કરોડ, બીજા દિવસે 39.30 કરોડ અને ત્રીજા દિવસે 49.03 કરોડની સાથે કુલ ટોટલ બોક્સ ઓફીસ કલેક્શન 121.43 કરોડ થઇ ગયું છે. આ સાથે જ વિક્કીની ફિલ્મ ઉરી- ધ સર્જીકલ સ્ટ્રાઈક (245.36 કરોડ)નું લાઈફટાઈમ કલેક્શનને છોડીને તેની કારકિર્દીની બાકીની 10 ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને છાવાએ માત્ર ત્રણ દિવસમાં ઓળંગી નાખ્યું છે. તે 10 ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન નીચે મુજબ છે.
વિક્કી કૌશલની ફિલ્મો લાઈફટાઈમ કમાણી (કરોડમાં)
મસાન 3.65
જુબાન 0.46
રમન રાઘાવ 2.0 7
મનમર્ઝિયા 27.09
ભૂત પાર્ટ વન - ધ હોનટેડ શીપ 31.97
ધ ગ્રેટ ઇન્ડીયન ફેમિલી 5.65
જરા હટકે જરા બચકે 88
સેમ બહાદુર 92.98
બેડ ન્યૂઝ 66.28
રાઝી 123.84
છાવા વિક્કીની સૌથી વધુ ઓપનીંગ કલેક્શન કરનારી ફિલ્મ
અહીં તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ 'રાઝી' એ 123.84 કરોડ રૂપિયાનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હતું. છાવા હવે તેનાથી ખુબ નજીક છે. આ સાથે છાવા વિક્કીની સૌથી વધુ ઓપનીંગ કલેક્શન કરનારી ફિલ્મની સાથે સૌથી વધુ વિકેન્ડ ઓપનીંગ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે.
130 કરોડનો ખર્ચે બની છે છાવા
છાવાને સ્ત્રી-2 ફિલ્મ બનાવનાર પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. એક રીપોર્ટ અનુસાર, ફિલ્મ છાવાને બનાવવામાં 130 કરોડનો ખર્ચ થયો હતો. જેણે ફિલ્મે પહેલા અઠવાડિયામાં વસુલ કરી લીધો છે. ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. આ ફિલ્મમાં વિક્કી સાથે રશ્મિકા મંદાના, આશુતોષ રાણા અને વિનીત કુમાર સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.