આ અભિનેત્રી ઈમ્તિયાઝ અલીની 'ચમકીલા' માં 15 ગીતો ગાશે, મોટી જાહેરાત પછી ચાહકો ખુશખુશાલ!

અમર સિંહ ચમકીલા પંજાબના હાઈએસ્ટ રેકોર્ડ સેલિંગ આર્ટીસ્ટ હતા

તેમના જીવન પર એક ફિલ્મ બની રહી છે, જેનું નામ છે 'ચમકિલા'

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
આ અભિનેત્રી ઈમ્તિયાઝ અલીની 'ચમકીલા' માં 15 ગીતો ગાશે, મોટી જાહેરાત પછી ચાહકો ખુશખુશાલ! 1 - image


Chamkila Parineeti Chopra: પરિણીતી ચોપરાએ મલ્ટી ટેલેન્ટેડ બોલિવૂડ સ્ટાર છે. પરિણીતીએ તાજેતરમાં જ અભિનયની સાથે સિંગિંગમાં પણ પોતાનું કરિયર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાબતે અભિનેત્રીએ તેના આગામી પ્રોજેક્ટ પર એક મોટું અપડેટ શેર કર્યું છે. જેથી તેના ચાહકોની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ છે. 

પરિણીતી 'ચમકીલા' માટે લગભગ 15 ગીતો ગાશે

પરિણીતી ચોપરાએ જણાવ્યું હતું કે તે ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત અને દિલજીત દોસાંઝ અભિનીત ફિલ્મ 'ચમકીલા' માટે લગભગ 15 ગીતો ગાશે. આ પહેલા પરિણીતીએ તેની ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ' અને 'કેસરી' માટે ગીતો ગાયા છે. ચમકીલા ફિલ્મ કરવા બાબતે પરિણીતીએ કહ્યું, 'મારૂ આ ફિલ્મ કરવા પાછળનું એક મુખ્ય કારણ એ હતું કે મને તેમાં લગભગ 15 ગીતો ગાવા મળી રહ્યા છે. આ ફિલ્મ દરમિયાન મારા કો-સ્ટાર દિલજીતે મને ગાતા સાંભળી અને મને લાઈવ પરફોર્મ કરવા પણ કહ્યું હતુ. મારી આસપાસના દરેક લોકો મને કહે છે કે હું સ્ટેજ પર ગાઈ શકું છું.'

ચમકીલા બાયોપિકની કાસ્ટ 

પંજાબી લોક ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિકમાં પરિણીતી તેની પત્ની અને સાથી ગાયિકા અમરજોત કૌરની ભૂમિકા ભજવશે, જ્યારે દિલજીત 'ચમકિલા'ની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 'ચમકીલા'નું સંગીત એઆર રહેમાને આપ્યું છે. ગયા વર્ષે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત, તેનું ટીઝર રિલીઝ કરતી વખતે OTT પ્લેટફોર્મ પર કેપ્શન આપ્યું હતું કે, 'જે નામ વર્ષોથી તમારા દિલ અને દિમાગમાં હતું તે હવે તમારી સામે આવ્યું છે. પંજાબના સૌથી વધુ રેકોર્ડ સેલિંગ આર્ટિસ્ટ અમર સિંહ ચમકીલાની અનટોલ્ડ સ્ટોરી જુઓ આ પ્લેટફોર્મ પર.

કોણ છે 'ચમકીલા'?

'ચમકીલા' વિવાદાસ્પદ પંજાબી લોક ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક છે.  અમર સિંહ ચમકીલા તેમના પંજાબી લોકગીતો અને તેમના ઉત્તમ સ્ટેજ પર્ફોર્મન્સ માટે જાણીતું નામ છે. અમર સિંહનો જન્મ 21 જુલાઈ, 1960માં લુધિયાણામાં થયો હતો. તેમને સંગીતનો શોખ હતો, તેથી થોડા જ વર્ષોમાં તેઓ હાર્મોનિયમ અને ઢોલકી વગાડતા શીખી ગયા. 

18 વર્ષની ઉંમરે તેઓ સુરેન્દ્ર શિંદાને મળ્યા, ત્યારે સુરેન્દ્રને અમર સિંહની સંગીતની પ્રતિભા વિષે ખબર પડી અને બંનેએ સાથે કામ કર્યું. તેમજ અમર સિંહે તેના નામની આગળ 'ચમકીલા' ઉમેર્યું. તેઓ પોતાના ગીતો જાતે લખતા હતા. તેની પાસે પોતાનું બેન્ડ પણ હતું જેમાં બે લોકો અને તેની પત્ની અમરજોત સિંહ ચમકીલા હતા. તેમના લલકારે નાલ, બાબા તેરા નનકાના, તલવાર મે કલગીધાર દી જેવા સુપરહિટ ગીતના કારણે તેમણે વૈશ્વિક પ્રસિદ્ધિ મેળવી હતી. 

1988માં, જ્યારે ચમકીલા પંજાબના મહેસમપુરમાં પરફોર્મન્સ આપવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચમકીનાની સાથે તેની પત્નીની પણ હત્યા કરવામાં આવી હતી. તે સમયે ચમકીલાની ઉંમર માત્ર 27 વર્ષની હતી. તેઓ 80ના દાયકાના પંજાબી યુવાનોના દિલ પર રાજ કરતા હતા. એવામાં તેમની હત્યા એ એક મોટું કૌભાંડ હતું. શું આ ખાલિસ્તાનીઓનું કામ હતું, જેઓ તેમના ગીતોને 'ગંદા' માનતા હતા? કે કથિત ઉચ્ચ જાતિની છોકરી સાથે લગ્ન કરવાની સજા? અથવા તે પંજાબી સંગીત ઉદ્યોગમાં સ્પર્ધાનો શિકાર બન્યો હતો? માત્ર 27 વર્ષની ઉંમરે શા માટે ચમકીલાની હત્યા કરવામાં આવી તે સત્ય ક્યારેય બહાર આવ્યું નથી. 

આ અભિનેત્રી ઈમ્તિયાઝ અલીની 'ચમકીલા' માં 15 ગીતો ગાશે, મોટી જાહેરાત પછી ચાહકો ખુશખુશાલ! 2 - image



Google NewsGoogle News