ધનુષની ફિલ્મના ક્લાઈમેક્સ પર જ સેન્સરની કાતર

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
ધનુષની ફિલ્મના ક્લાઈમેક્સ પર જ સેન્સરની કાતર 1 - image


મુંબઇ : ધનુષની આગામી ફિલમ 'કેપ્ટન મિલર' પર સેન્સર બોર્ડે બેફામ કાતર ફેરવી નાખી છે. સીબીએફસીએ આ ફિલ્મના ક્લાઈમેક્સમાંથી જ મોટાભાગનાં દૃશ્યો કાપી નાખ્યાં છે. 

સેન્સર  બોર્ડ  પાસે   ફિલ્મ જમા કરાવવામાં આવી હતી ત્યારે આ ફિલ્મની લંબાઇ બે  કલાક ૪૨ મીનિટ અને ૨૬ સેકન્ડ હતી. હવે આ ફિલ્મની લંબાઇ બે  કલાક ૩૭ મીનિટ ૨૬ સેકન્ડ રહી ગઇ છે.ફિલ્મના જે દ્રશ્યો કાપવામાં આવ્યા છે તેના સંવાદોમાં ગાળો અને અપશબ્દ હતા. ઉપરાંત ફિલ્મના ક્લાઇમેક્સના ચાર  મીનિટના વિઝ્યુઅલ્સ વધુ પડતા હિંસક હોવાથી કાપી નાખવામાં આવ્યા છે. આ બધા બદલાવો પછી ફિલ્મને યુ-એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. 

Dhanush

Google NewsGoogle News