Get The App

સેન્સર બોર્ડે અમિતાભ -રેખાને બદલે અમિતાભ-જયાનું પોસ્ટર મૂકાવ્યું

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
સેન્સર બોર્ડે અમિતાભ -રેખાને બદલે અમિતાભ-જયાનું પોસ્ટર મૂકાવ્યું 1 - image


- રવિ તેજાની મિ. બચ્ચન ફિલ્મમાં ફેરફાર

- આ ફિલ્મ કાલ્પનિક છે અને તેને  કોઈ જીવંત વ્યક્તિ સાથે સંબધ નથી તેવી સ્પષ્ટતા પણ જોડવામાં આવી

મુંબઇ : સાઉથના સ્ટાર રવિ તેજાની ફિલ્મ 'મિ. બચ્ચન'ના રોલિંગ ટાઈટલમાં અમિતાભ અને રેખાનું પોસ્ટર હતું તે દૂર કરાવીને સેન્સર બોર્ડે અમિતાભ અને જયા બચ્ચનનું પોસ્ટર મૂકાવ્યું છે. 

આ ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્કલેમર જોડવામાં આવ્યું છે કે ફિલ્મ કાલ્પનિક છે અને એનો  જીવંત કોઇ વ્યક્તિ  સાથે સંબંધ નથી.  જોકે, આ પહેલાં ફિલ્મના પ્રમોશન વખતે અમિતાભ અને રેખાનાં પોસ્ટરનો જ સમાવેશ કરાયો હતો. 

ફિલ્મ રીલિઝ થવાના બે દિવસ પહેલાં જ સેન્સરે સર્ટિફિકેટ આપતાં પહેલાં આ ફેરફાર કરાવ્યા હતા. 

આ ફિલ્મમાં રવિ તેજાનો લૂક પણ અમિતાભના  'દીવાર' ફિલ્મના વિજયના પાત્ર પર આધારિત છે. 

જોકે, આ ફિલ્મ અજય દેવગણની હિંદી ફિલ્મ 'રેઈડ'ની રીમેક હોવાનું કહેવાય છે. તેને અમિતાભ બચ્ચનના જીવન સાથે બીજી કોઈ રીત લેવાદેવા નથી.


Google NewsGoogle News