રણબીર કપૂરની એનિમલને રિલીઝ પહેલા જ લાગ્યો મોટો ઝટકો! ફિલ્મમાંથી આ સીન કરવા પડશે ડિલીટ
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે
આ ફિલ્મ પિતા અને પુત્રના ટોક્સિક રિલેશનશીપ પર આધારિત છે
Animal : રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા ફિલ્મ મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી 'A' સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે જ રિલીઝ પહેલા ફિલ્મમાં કેટલાંક ફેરફારો પણ કરવા પડશે.
બોર્ડે વસ્ત્ર શબ્દને કોસ્ચ્યુમ સાથે રિપ્લેસ કરવાની પણ સલાહ આપી
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ને મળ્યું CBFC સર્ટિફિકેટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં બોર્ડે 'એનિમલ'માં 5 ફેરફારો સૂચવ્યા છે. વાયરલ સર્ટિફિકેટ મુજબ ફિલ્મના મેકર્સને વિજય અને ઝોયાના ઈન્ટિમેટ અને ક્લોઝ-અપ શોટ્સ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ઈન્ટિમેટ સીન્સ બાદ બોર્ડે મેકર્સને ફિલ્મમાંથી વસ્ત્ર શબ્દને કોસ્ચ્યુમ સાથે રિપ્લેસ કરવાની પણ સલાહ આપી છે.
સેન્સર બોર્ડે કેટલાંક અન્ય ડાયલોગ્સ અને સબટાઈટલ બદલવાના નિર્દેશ પણ આપ્યા
સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મથી કેટલાંક અન્ય ડાયલોગ્સ અને સબટાઈટલ બદલવાના નિર્દેશ પણ આપ્યા છે. આ ઉપરાંત શપથ લેનારા શબ્દોને હટાવી દેવાનું પણ કહેવામાં આવ્યું છે. એનિમલ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ એક ઈન્ટરવ્યુંમાં પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ ફિલ્મ પુખ્ત વયના લોકો માટે છે અને તેથી જ તે તેના પુત્રને 'એનિમલ' જોવા લઈ જશે નહીં.