કોથળામાંથી બિલાડું : આશિકી થ્રી હાલ બનવાની જ નથી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
કોથળામાંથી બિલાડું : આશિકી થ્રી હાલ બનવાની જ નથી 1 - image


કાર્તિકે બહુ મોટા ઉપાડે જાહેરાત કરી હતી

ટી સીરીઝની ઘોષણાઃ આશિકી થ્રી બનાવવાની હશે ત્યારે અમે મુકેશ ભટ્ટ સાથ જ બનાવશું

મુંબઇ: ટી સીરીઝ કંપનીએ જાહેર કર્યું છે કે તે હાલ 'આશિકી થ્રી' ફિલ્મ બનાવતી નથી. વાસ્તવમાં 'આશિકી' ફ્રેન્ચાઈઝીની કોઈ ફિલ્મ હાલ પ્રોડક્શન હેઠળ જ નથી. થોડા સમય પહેલાં કાર્તિક આર્યને બહુ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે તે 'આશિકી થ્રી'માં હિરો તરીકે કામ કરી રહ્યો છે. ટી સીરીઝની આ જાહેરાતથી કાર્તિક આર્યનના ચાહકોને આંચકો લાગ્યો છે. 

કાર્તિક આર્યનની જાહેરાત બાદ એવા પણ સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મનું ટાઈટલ 'તુ આશિકી હૈ' હશે અને તે શશી કપૂર, રેખા અને રાખીની ફિલ્મ 'બસેરા'ની રિમેક હશે. 'આશિકી થ્રી'ની હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરીથી માંડીને રકૂલ પ્રીત સહિતની હિરોઈનોનાં નામ પણ ચર્ચાયાં હતાં. 



Google NewsGoogle News