ફિલ્મ 'ડંકી' અંગે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ કર્યો મોટો દાવો, કહ્યું- પઠાણ અને જવાનના તમામ રેકોર્ડ તોડશે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ફિલ્મ 'ડંકી' અંગે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ કર્યો મોટો દાવો, કહ્યું- પઠાણ અને જવાનના તમામ રેકોર્ડ તોડશે 1 - image


Image Source: Twitter

- ફિલ્મ 'ડંકી'નું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે

મુંબઈ, તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર

અભિનેતા શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ 'ડંકી' ને લઈને ચર્ચામાં છે. આ તેમની વર્ષની ત્રીજી રિલીઝ છે. આ વર્ષે જવાન અને પઠાણ દ્વારા બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી ચૂકેલા શાહરૂખની આગામી ફિલ્મ પર પણ દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે. થોડા દિવસો અગાઉ ફિલ્મ 'ડંકી' નું ટ્રેલર રિલીઝ થયુ હતું જેને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. તાજેતરમાં જ હવે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ પણ આગામી ફિલ્મ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે. 

મુકેશ છાબરા ખૂબ જ ઉત્સાહિત છે

મુકેશ છાબરા ફિલ્મ 'ડંકી' ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે આ ફિલ્મ અંગે કહ્યું કે, જ્યારે તમે આ ફિલ્મ જોશો ત્યારે તમે ખુદ જાણી જશો કે, આ ફિલ્મ આટલી સુપર-ડુપર હિટ કેમ થવા જઈ રહી છે. રાજકુમાર હિરાણી અને શાહરૂખ ખાનની જોડી ક્યારેય ખોટી હોઈ જ ન શકે. કાસ્ટિંગ ડાયરેક્ટરનું કહેવું છે કે, મને લાગે છે કે, 'ડંકી' શાહરૂખ ખાનની જવાન અને પઠાણ બંને જ ફિલ્મોના તમામ રેકોર્ડ તોડી નાખશે. આ ફિલ્મ ખૂબ જ સારી બનાવવામાં આવી છે. આગામી દસ વર્ષો સુધી આ ફિલ્મને યાદ રાખવામાં આવશે. મારું નસીબ કે, હું આ પ્રોજેક્ટનો હિસ્સો બન્યો.

આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે

કેશ છાબરા શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'માં પણ કેમિયો કરી ચૂક્યા છે. ફિલ્મ 'ડિંકી' આ વર્ષે ક્રિસમસના અવસર પર 21મી ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત વિકી કૌશલ, તાપસી પન્નુ અને બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની બોક્સ ઓફિસ પર પ્રભાસની સાલાર સાથે ટક્કર થશે.



Google NewsGoogle News