Get The App

ધનુષની ફિલ્મ Captain Miller હવે OTT પર થશે રિલીઝ

Updated: Feb 3rd, 2024


Google News
Google News
ધનુષની ફિલ્મ Captain Miller હવે OTT પર થશે રિલીઝ 1 - image


નવી દિલ્હી,તા. 3 ફેબ્રુઆરી 2024, શનિવાર

સાઉથ સ્ટાર ધનુષ હાલમાં સમાચારમાં છે. તાજેતરમાં જ અભિનેતાની ફિલ્મ કૅપ્ટન મિલર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં ધનુષની એક્ટિંગ અને તેના પાત્રના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે આ ફિલ્મને થિયેટરમાં જોવાનું ચૂકી ગયા છો, તો કોઈ વાંધો નથી. તમે જલ્દી જ ઘરે બેઠા ફિલ્મ જોઈ શકો છો.

ધનુષની ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની OTT રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 

કેપ્ટન મિલર ક્યારે અને ક્યાં સ્ટ્રીમ કરશે?

ધનુષની ફિલ્મ કેપ્ટન મિલર ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. પ્રાઈમ વિડિયોએ ખુદ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ જાણકારી આપી છે. તેમણે આ માહિતીમાં એ પણ જણાવ્યુ કે,આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે, હિન્દી દર્શકો આ ફિલ્મ જોઈ શકશે નહીં.

હિન્દી દર્શકોએ વધુ રાહ જોવી પડશે

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ રિલીઝ થયાને એક મહિનો પણ નથી થયો. આવી સ્થિતિમાં, ફિલ્મ ઓટીટી પર હિન્દી ભાષામાં રિલીઝ નહી થાય. હાલમાં, આ ફિલ્મ માત્ર તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં OTT પર જોઈ શકાય છે. હવે ફિલ્મનું હિન્દી વર્ઝન OTT પર ક્યારે સ્ટ્રીમ થશે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી.

કેપ્ટન મિલર 12 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ધનુષ ઉપરાંત પ્રિયંકા મોહન, નિવિદિતા સતીશ, ડૉ.શિવ રાજકુમાર જેવા કલાકારો જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અરુણ મથેશ્વરન દ્વારા કરવામાં આવ્યું છે. 

Tags :