'કેપ્ટન મિલર'ની બોક્સ ઓફિસ પર શાનદાર ઈનિંગ, ત્રણ દિવસમાં જ કરી લીધી આટલી મોટી કમાણી
Image Source: Twitter
મુંબઈ, તા. 15 જાન્યુઆરી 2024 સોમવાર
આ મકર સંક્રાંતિ પર ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર ગુંટૂર કારમ, મેરી ક્રિસમસ, અયલાન અને કેપ્ટન મિલર જેવી ફિલ્મો રિલીઝ થઈ. તમામ ફિલ્મો ઠીકઠાક કલેક્શન કરી રહી છે. આ સૌની વચ્ચે ધનુષની કેપ્ટન મિલર યૂનિક સ્ટોરી લાઈનના કારણે છવાયેલી છે. 12 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
બોક્સ ઓફિસ પર છવાઈ કેપ્ટન મિલર
અરુણ મથેશ્વરનના ડાયરેક્શનમાં બનેલી કેપ્ટન મિલર સારુ પરફોર્મ કરી રહી છે. ફિલ્મમાં ધનુષની શાનદાર એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જેમાં બ્રિટિશ કાળમાં ઘટેલી એક કાલ્પનિક કહાનીને દર્શાવવામાં આવી છે. ફિલ્મને ચાર અધ્યાયમાં પડદા પર ઉતારવામાં આવી છે. ફિલ્મને રિલીઝ થયે 3 દિવસ વીતી ચૂક્યા છે. પહેલા દિવસથી મૂવી શાનદાર કમાણી કરી રહી છે.
કેપ્ટન મિલરનું કલેક્શન
કેપ્ટન મિલરે 8.7 કરોડનું ઓપનિંગ કરી લીધુ હતુ. પહેલી જ વખતમાં મૂવી બાકી ફિલ્મોની વચ્ચે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી. બીજા દિવસે ફિલ્મે 7.45 કરોડની કમાણી કરી. કેપ્ટન મિલરનું સૌથી વધુ કલેક્શન તમિલ ભાષાથી આવી રહ્યુ છે. રિપોર્ટ અનુસાર કેપ્ટન મિલરે ત્રીજા દિવસે 7.25 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. ફિલ્મનું કુલ કલેક્શન 23.40 કરોડ પર આવીને રોકાયુ છે.
શું છે ફિલ્મની કહાની
ફિલ્મની કહાની 1930ના બેકડ્રોપ પર આધારિત છે. આ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધની કહાની છે. કેપ્ટન મિલર ધનુષના જ કેરેક્ટરનું નામ છે. ફિલ્મની કહાની તમિલનાડુના એવા ગામની છે, જ્યાં રાજાઓએ મંદિર બનાવનાર મજૂરોનો પરિવારના જ મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ કર્યો છે. તેમની પર જુલમ પણ કરવામાં આવે છે. આવા જીવનથી પરેશાન થઈને ઈસા (ધનુષ) અંગ્રેજી ફોજમાં સામેલ થઈ જાય છે. ફોજમાં તેને પોતાના જ દેશવાસીઓ પર ગોળીઓ ચલાવવી પડે છે, તો તે અંગ્રેજ અધિકારી પર ગોળી ચલાવે છે. ફોજમાં રહેવા દરમિયાન જ તેને કેપ્ટન મિલરનું નામ આપવામાં આવે છે.