Get The App

કેપ્ટન અમેરિકાએ પોતાનાથી 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા સીક્રેટ લગ્ન

Updated: Sep 11th, 2023


Google NewsGoogle News
કેપ્ટન અમેરિકાએ પોતાનાથી 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા સીક્રેટ લગ્ન 1 - image


તા. 11 સપ્ટેમ્બર 2023, સોમવાર 

'કેપ્ટન અમેરિકા' એટલે કે ક્રિસ ઈવાન્સે અચાનક લગ્ન કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. મળતી માહિતી પ્રમાણે કેપ્ટન અમેરિકાના ક્રિસે તેના કરતા 16 વર્ષ નાની તેની ગર્લફ્રેન્ડ અલ્બા બાપ્ટિસ્ટા સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. 

મળતા અહેવાલ પ્રમાણે ક્રિસ ઇવાન્સ 42 વર્ષનો છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ આલ્બા 26 વર્ષની છે. કપલે 9 સપ્ટેમ્બરના રોજ બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાં એક ખાનગી નિવાસસ્થાનમાં લગ્ન કર્યા હતા. ક્રિસ અને અલ્બાના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

આલ્બા બાપ્ટિસ્ટા કોણ છે?

આલ્બા એક પોર્ટુગીઝ અભિનેત્રી છે, જેણે 2014માં સિરીઝ 'જાર્ડિનેસ પ્રોઇબિડોસ'થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. આ પછી તેણે 'અ ઈમ્પોસ્ટોરા', 'ફિલ્હા દા લેઇ' જેવી ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા. 2020થી 2022 સુધી, તેણે નેટફ્લિક્સ સીરિઝ 'વોરિયર નન'માં કામ કર્યું. ક્રિસ અને આલ્બાએ પહેલીવાર 'વોરિયર નન'માં સાથે કામ કર્યું હતું.

લગ્નમાં માર્વેલ સુપરહીરોએ હાજરી આપી 

ઘણા માર્વેલ સુપરહીરોએ પણ આ લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમારોહમાં રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ હેમ્સવર્થ અને જેરેમી રેન હાજર રહેશે.


Google NewsGoogle News