દેખ રહા હૈ...' Cannes 2024માં પહોંચ્યો 'પંચાયત'નો વિનોદ, લોકોએ 10 મિનિટ સુધી વગાડી તાળીઓ

Updated: May 21st, 2024


Google NewsGoogle News
દેખ રહા હૈ...' Cannes 2024માં પહોંચ્યો 'પંચાયત'નો વિનોદ, લોકોએ 10 મિનિટ સુધી વગાડી તાળીઓ 1 - image


Cannes 2024: વેબ સિરીઝ 'પંચાયત'માં બિનોદનું પાત્ર ભજવનાર અભિનેતા અશોક પાઠકને રાતોરાત જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. તેના મીમ્સ એટલી ઝડપથી વાઈરલ થયા કે જે લોકોએ આ સિરીઝ જોઈ ન હોય તો પણ મીમ્સ જરૂર શેર કાર્ય હશે. એક એક્ટરને જે તકની રાહ એવી તક પંચાયતમાં વિનોદ નામનું પાત્ર ભજવનાર એક્ટર અશોક પાઠકને મળી છે. જેમાં તેમની ફિલ્મ 'સિસ્ટર મિડનાઈટ'નું પ્રીમિયર વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ પૈકીના એક કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. 

અશોક પાઠકની ફિલ્મ કાન ફેસ્ટિવલમાં ચમકી

કરણ કંધારી નિર્દેશિત ફિલ્મ 'સિસ્ટર મિડનાઈટ'માં રાધિકા આપ્ટે અને અશોક પાઠકે કામ કર્યું છે. જેમાં બંને ઝૂંપડપટ્ટીમાં રહેતા કપલનું પાત્ર ભજવ્યું છે. કાન ફિલ્મ ફેસ્ટિવલની સમાંતર ચાલતા ડિરેક્ટર્સના ફોર્ટનાઇટ વિભાગમાં પસંદ કરવામાં આવી હતી, જેમાં વિશ્વભરની ફિલ્મો બતાવવામાં આવે છે. આ વર્ષે ભારતમાંથી 'સિસ્ટર મિડનાઈટ' એકમાત્ર ફિલ્મ સામેલ કરવામાં આવી હતી.

જેમાં અશોકની ફિલ્મને કાન ફેસ્ટિવલમાં 10 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. અશોકે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મના સ્ક્રીનિંગ પછી મળેલા સ્ટેન્ડિંગ ઓવેશનના વીડિયો પણ શેર કર્યા હતા.

અશોક પાઠક ટૂંક સમયમાં 'બિનોદ' તરીકે પરત ફરી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ફિલ્મ માટે ઘણી પ્રશંસા મેળવી રહેલા અશોક પાઠક ટૂંક સમયમાં ફરીથી 'પંચાયત'ની ત્રીજી સીઝનમાં બિનોદના રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ આ શોનું ટ્રેલર આવ્યું હતું જેમાં અશોક ફરીથી ફૂલેરા ગામના એક સાદા માણસ બિનોદના રોલમાં જોવા મળે છે. 'પંચાયત 3' 29મી મેના રોજ રિલીઝ થઈ રહી છે.

દેખ રહા હૈ...' Cannes 2024માં પહોંચ્યો 'પંચાયત'નો વિનોદ, લોકોએ 10 મિનિટ સુધી વગાડી તાળીઓ 2 - image


Google NewsGoogle News