ઐશ્વર્યા રાય ફ્રેક્ચર્ડ હાથ સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, પુત્રીનો સહારો લેતા દેખાઈ
Cannes 2024: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલ 14 થી 25 મે સુધી ચાલશે. રેડ કાર્પેટ ઈવેન્ટ્સમાંથી દુનિયાભરના સેલેબ્સની તસવીરો પણ સામે આવી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ બોલિવૂડ અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવતી જોવા મળશે. ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે મોડી રાત્રે કાન્સ જવા રવાના થઈ હતી. મુંબઈ એરપોર્ટ પરથી ઐશ્વર્યા અને આરાધ્યાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઐશ્વર્યા રાય દર વખતની જેમ આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે. ઐશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર હાથમાં પ્લાસ્ટર સાથે જોવા મળી હતી. ઐશ્વર્યાને આ હાલતમાં જોઈને ફેન્સ નારાજ થઈ ગયા.
ઐશ્વર્યાના હાથમાં ફ્રેક્ચર?
ઐશ્વર્યા રાયને તેના જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે, કારણ કે તેના હાથ પર પ્લાસ્ટર હતું. ઐશ્વર્યા એરપોર્ટ પર આરાધ્યાના સહારે ચાલતી જોવા મળી હતી. ઈજા બાદ પણ ઐશ્વર્યાના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.
ઐશ્વર્યા રાયે વર્ષ 2002માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે એશ્વર્યાની સાથે 'દેવદાસ' કો-સ્ટાર શાહરૂખ ખાન તેની સાથે જોવા મળ્યો હતો. ત્યારથી, એટલે કે છેલ્લા 22 વર્ષથી, તે સતત કાન્સમાં ભાગ લઈ રહી છે અને દરેક વખતે તે પોતાની અલગ શૈલીથી આશ્ચર્યચકિત કરે છે. ઐશ્વર્યા રાય ઉપરાંત ઉર્વશી ધોળકિયા, કિયારા અડવાણી, શોભિતા ધુલીપાલા, અદિતિ રાવ હૈદરી અને જેકલીન ફર્નાન્ડિસ પણ આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવાના છે.