મારી આઠ કલાકની સર્જરી માટે 15 કલાકનો સમય લેવાયો હતો, કેન્સર પીડિત અભિનેત્રીનું દર્દ છલકાયું
Hina Khan in Champion ka Tashan: સોની ટીવીના 'ચેમ્પિયન કા ટશન' માં હીના ખાનને ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં પ્રસારિત થનારા આ શોમાં જજ ગીતા કપૂરે હીના ખાનને કહ્યું કે તમારી દરેક સ્ટોરી પ્રેરણાદાયી હોય છે. હું જાણવા માંગુ છું કે, જ્યારે તમને ખબર પડી કે તમને કેન્સર છે, ત્યારે તમે કેવી રીતે વિચાર્યું કે, હું તેનાથી ડરીશ નહીં, અને હું તેનો ખૂબ જ પોઝિટિવિટી સાથે તેનો સામનો કરીશ? ગીતા કપૂરના આ પ્રશ્નનો જવાબ આપતાં હીના ખાને કહ્યું, ‘હું જ્યારે સર્જરી માટે ગઈ, ત્યારે ડૉક્ટરે મને કહ્યું કે, 8 કલાક સુધી આ સર્જરી ચાલશે. પરંતુ આ સર્જરી 15 કલાક સુધી ચાલી હતી.’
આ યાત્રા ખૂબ જ મુશ્કેલ તો જ
આ અંગે વધુ વાત કરતાં હીનાએ કહ્યું કે, ‘જ્યારે તેઓ મને બહાર લાવ્યા, ત્યારે હું માત્ર એ જ જોઈ રહી હતી કે, બહાર બધા લોકો મારા માટે ઊભા હતા. ત્યારે મને સમજાયું કે, આ યાત્રા ખૂબ જ મુશ્કેલ તો જ. પરંતુ તમારી સારવાર કરનારા માટે, તમારી ચિંતા કરનારા માટે તો મારાથી પણ વધુ મુશ્કેલ યાત્રા છે. એટલે જ્યારે મને ખબર પડી કે, હું કેન્સરથી પીડિત છું, ત્યારે મેં નક્કી કર્યું કે, હું આ રોગને સામાન્ય કરીશ. મારી સંભાળ રાખનારાની તાકાત બનીશ.’
કેન્સરમાં પણ ચાલુ રહ્યું કામ
આ ઉપરાંત તેણે કહ્યું કે, 'મેં મારા કિમોથેરેપી દરમિયાન પણ શૂટિંગ કર્યું અને મુસાફરી કરી. હું દરરોજ મારું કામ કરતી. મેં મારું ડબિંગ પૂરું કર્યું. આ દરમિયાન મેં રેમ્પ વોક પણ કર્યું અને આજે પણ આ શોમાં આવતા પહેલા મેં મારું રેડિયેશન સેશન લઈને આવી છું.'
હીના ખાનના આ શબ્દો સાંભળીને સ્ટેજ પર હાજર બધાએ તાળીઓ પાડી હતી. 'ચેમ્પિયન કા ટશન' ના બધા સ્પર્ધકો હીના સામે ડાન્સ રજૂ કરવાના હતા ત્યારે હીનાએ તેમને ખૂબ પ્રોત્સાહિત પણ કર્યા હતા.
આ પણ વાંચો: સલમાન ખાનને સંસ્કારી છોકરી જોઈએ, પણ આજકાલ કોઈ ઘરે નહીં બેસે: સલીમ ખાને જણાવ્યું કારણ
હીના ખાન ભાવુક થઈ જશે
હીના ખાન સાથે શૂટ કરાયેલા આ શોના નિર્માતાઓ ભાવના, શક્તિ અને નૃત્યનો શાનદાર ઉત્સવ કહે છે. આ ઉજવણીમાં સોની ટીવીના ડાન્સ રિયાલિટી શોના બધા બાળકો હીના ખાનને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળશે. જ્યારે હીના આ હૃદયસ્પર્શી પરફોર્મન્સ જોશે, ત્યારે ત્યારે તે ભાવુક થઈ જશે. આ દરમિયાન સૌના વખાણ કરતાં હીનાએ કહ્યું હતું કે, ‘હું આ સ્ટેજ પર રડવા માંગતી નથી. પણ મારા દિવસને ખાસ બનાવવા બદલ તમારા સૌનો આભાર.’