કેન્સરને કારણે દિગ્ગજ અભિનેતાની હાલત લથડી, હવે ઓળખવો પણ મુશ્કેલ
Image: Facebook
Actor Shiva Rajkumar Cancer Free: કન્નડ એક્ટર-પ્રોડ્યુસર શિવ રાજકુમાર લાંબા સમયથી કેન્સરની સારવાર કરાવી રહ્યો હતો. ફાઈનલી તે આ જંગને જીતી ગયો છે અને કેન્સર ફ્રી થઈ ગયો છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને શિવે પોતાની હેલ્થ અપડેટ આપી, જ્યાં તેને જોઈને ઓળખવો મુશ્કેલ હતો. ટ્રીટમેન્ટના કારણે તે ખૂબ કમજોર થઈ ચૂક્યો છે.
62 વર્ષના શિવ કુમારે પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે 'હું બ્લેડર કેન્સરની મિયામીમાં સારવાર કરાવી રહ્યો હતો. ત્યાં મારું બ્લેડર કાઢીને બીજું લગાવી દેવાયું છે. હું ખૂબ ડરેલો હતો પરંતુ ચાહકો, સગા-વ્હાલા, કો-આર્ટિસ્ટ અને ડોક્ટર્સ, ખાસ કરીને ડો. શશિધર જેણે મારી સારવાર કરી અને નર્સે મને મજબૂત બનાવ્યો. મે કીમોથેરાપી કરાવી અને ઈમાનદારીથી કહું તો મને નથી ખબર કે હું કેવી રીતે મેનેજ કરી શક્યો પરંતુ જ્યારે હું મિયામીમાં સારવાર માટે જવા તૈયાર હતો ત્યારે પણ હું ડરેલો હતો. જોકે મારો પરિવાર, પત્ની ગીતાએ મારી ખૂબ સારી સારસંભાળ કરી. મને એક મહિનો હજુ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. હું ટૂંક સમયમાં વધુ મજબૂત થઈને પાછો આવીશ. તમને તમામને પ્રેમ અને નવા વર્ષની શુભકામના.'
આ પણ વાંચો: ઈલિયાના ડી ક્રૂઝ બીજી વખત માતા બને તેવી અટકળો
શિવના પત્નીએ જણાવ્યું કે 'તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમે પેથોલોજી રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા અને સત્તાવાર પણ તેની પુષ્ટિ થઈ ગઈ છે કે શિવ કુમાર કેન્સર ફ્રી છે.'
શિવ ફેમસ દિવંગત એક્ટર પુનીત રાજકુમારનો મોટો ભાઈ છે, જેનું 2021 માં 46 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયું હતું.