VIDEO: ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં ખૂબ નાચ્યા કેનેડાના PM ટ્રુડો, વીડિયો વાઇરલ
Justin Trudeau Danced At Taylor Swift Concert: પોપ સિંગર ટેલર સ્વિફ્ટ હાલમાં તેના ઇરેઝર ટૂર કોન્સર્ટને લઈને ચર્ચામાં છે. સિંગરના અવાજમાં એટલો જાદુ છે કે વિશ્વભરમાં તેના ચાહકો છે. હાલમાં જ ટેલર સ્વિફ્ટે તેના ઇરેઝર ટૂર કોન્સર્ટ દરમિયાન ટોરોન્ટોમાં લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો તેમના શોની મજા લેતા જોવા મળી રહ્યા હતા. તેમણે કોન્સર્ટમાં ખૂબ ડાન્સ કર્યો, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : આલિયા રણબીરની લવ એન્ડ વોરમાં શાહરૂખનો કેમિયો
ટેલર સ્વિફ્ટનો આ કોન્સર્ટ ટોરોન્ટોના રોજર્સ સેન્ટરમાં યોજાયો હતો. આ દરમિયાન જ્યારે પોપ સિંગરે 'યુ ડોન્ટ ઓન મી' ગીત ગાયું ત્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પોતાના પગ રોકી શક્યા ન હતા. તેઓ એક ક્ષણ માટે તો સંપૂર્ણપણે તેમાં ડૂબીને ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. હાથના ઈશારાથી પોતાના ડાન્સ કરી રહ્યા હતા. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે નેટીઝન્સે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું.
કેનેડિયન પીએમના વીડિયો પર નેટીઝન્સે આપી પ્રતિક્રિયા
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનો આ વીડિયો ટેલર સ્વિફ્ટના ટૂર ગાઈડ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. X પર આ વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું- 'ટોરોન્ટોમાં ટેલર સ્વિફ્ટ કોન્સર્ટમાં 52 વર્ષનો વ્યક્તિ 14 વર્ષના છોકરાની જેમ વર્તી રહ્યો હતો, જ્યારે તે કેનેડાનો વડાપ્રધાન છે.'
પરફોર્મન્સ દરમિયાન ઈમોશનલ થઈ ટેલર સ્વિફ્ટ
તમને જણાવી દઈએ કે, ટેલર સ્વિફ્ટની ઈરેઝર ટૂર 8 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થશે. સિંગર તેના છેલ્લા પરફોર્મન્સ દરમિયાન ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. ટેલરે સ્ટેજ પર કહ્યું, 'અને મારા બેન્ડ અને મારી ટીમ અને દરેક વ્યક્તિ કે જેમણે આ ટૂરમાં ઘણું બધું કર્યું છે, અને મને એ પણ ખબર નથી કે હું શું કહી રહી છું, હું બસ આ ક્ષણમાં છું, મને માફ કરશો.'