એક દિવસમાં 5-10 હજાર કમાઈ શકો છો? લગ્ન પહેલા ગિન્નીના પિતાએ કપિલ શર્માને કર્યા હતા આવા સવાલ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
એક દિવસમાં 5-10 હજાર કમાઈ શકો છો? લગ્ન પહેલા ગિન્નીના પિતાએ કપિલ શર્માને કર્યા હતા આવા સવાલ 1 - image


                                                                 Image Source: Facebook

મુંબઈ, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર

એક્ટર-કોમેડિયન કપિલ શર્માના લગ્ન ગિન્ની ચતરથ સાથે થયા છે. ગિન્ની અને કપિલની લવ સ્ટોરી ચાહકોને ખૂબ ઈન્સ્પાયર કરે છે પરંતુ શું તમને ખબર છે કે ગિન્નીના પિતાએ લગ્ન માટે હા કરતા પહેલા કપિલનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને તેમની ઈનકમને લઈને સવાલ કર્યા હતા. 

કપિલે જણાવ્યુ કે જ્યારે હુ કોલેજમાં હતો, આર્ટિસ્ટની વેલ્યૂ નહોતી. જ્યારે હુ ગિન્નીના પિતાને મળ્યો તો આ તેમનો ગિન્ની પ્રત્યેનો અપાર પ્રેમ હતો કે તેઓ મને મળવા અને ઈન્ટરવ્યૂ લેવા માટે માની ગયા. નહીંતર ટિપિકલ પિતા હોત તો મને મળવા માટે તૈયાર થતા નહીં. 

ગિન્નીના પિતાએ કર્યા હતા કપિલને સવાલ

કપિલે કહ્યુ, તે સમયે હુ ટીવીમાંથી ઠીકઠાક પૈસા કમાતો હતો પરંતુ ગિન્નીના પિતાને વિશ્વાસ નહોતો. તેમણે મને પૂછ્યુ કે શું હુ દિવસના 5 થી 10 હજાર કમાઈ શકુ છુ. તો મે તેમને કહ્યુ કે હુ તેના કરતા વધુ કમાઉ છુ. તો તેઓ ખૂબ શોક્ડ થઈ ગયા હતા અને તેમણે કહ્યુ- આટલા રૂપિયા મળે છે? 

કપિલ અને ગિન્નીના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા. બંનેના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કપલ પોતાના લગ્નજીવનમાં ખૂબ ખુશ છે અને બે બાળકોના પેરેન્ટ છે. કપિલને એક પુત્ર અને એક પુત્રી છે.

'ધ કપિલ શર્મા શો' ની દરેક સીઝનને ચાહકો ભરપૂર પ્રેમ આપે છે. કપિલ ટીવી સિવાય ફિલ્મોમાં પણ એક્ટિવ છે. છેલ્લે તેઓ ફિલ્મ Zwigato માં નજર આવ્યા હતા. હવે તેઓ ધ ક્રૂ માં નજર આવશે. આ ફિલ્મમાં તેમનો કેમિયો રોલ છે. 


Google NewsGoogle News