Get The App

2023: કિંગ ખાનની ફિલ્મ પઠાણથી લઇને એનિમલ સુધી વિશ્વભરમાં ચાલ્યો આ 5 ફિલ્મોનો જાદુ

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
2023: કિંગ ખાનની ફિલ્મ પઠાણથી લઇને એનિમલ સુધી વિશ્વભરમાં ચાલ્યો આ 5 ફિલ્મોનો જાદુ 1 - image

 

નવી દિલ્હી,તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર 

ભારતીય ફિલ્મો માટે 2023 મોટું વર્ષ સાબિત થયું, જેમાંની ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા. ઘણા સમય બાદ બોલીવૂડની ફિલ્મો દર્શકોની પસંદની આવતી થઇ અને ફેંન્સના દિલ જીતવામાં પણ સફળ રહી. આ વર્ષે સાલાર અને ડંકી જેવી ફિલ્મો હજુ રિલીઝ થવાની બાકી છે. 

ત્યારે ચારે તરફ ચર્ચામાં રહેલી એનિમલે રવિવારે વિશ્વભરમાં 650 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો. રણબીર કપૂરની આ ફિલ્મ આ વર્ષે આ માઈલસ્ટોન હાંસલ કરનાર ટોપ-4 ભારતીય ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 650 કરોડની કમાણી કરનાર ફિલ્મો

1 ડિસેમ્બરના રોજ  રિલીઝ થનારી એનિમલ ફિલ્મ હાલમાં થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે, તે વિશ્વભરમાં 650 કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મ બની છે. એનિમલ પહેલા, શાહરૂખ ખાનની જવાન અને પઠાણ સાથે સની દેઓલની ગદર 2 અને રજનીકાંતની જેલર ₹650 કરોડની ક્લબમાં પ્રવેશી હતી.

X ના ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ રવિવારે ટ્વીટ કર્યું કે, “2023 એવી ભારતીય ફિલ્મો જેણે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર રૂ. 650 કરોડથી વધુનું ક્લેક્શન કર્યું.

1. પઠાણ

2. જવાન

3. જેલર

4. ગદર 2

5. એનિમલ - હજુ પણ દોડે છે.

2023ની ટોપ 5 ફિલ્મોએ કેટલી કમાણી કરી?

એનિમલ

સંદીપ રેડ્ડી વાંગાની એક્શન ફિલ્મ એનિમલે રિલીઝના માત્ર નવ દિવસમાં વિશ્વભરમાં 660.89 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ છે. આ ફિલ્મ વિવાદોમાં પણ છે. 

પઠાણ

શાહરૂખ ખાનની 'પઠાણ' 2023ની પહેલી ફિલ્મ હતી જેણે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 650 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મની વિશ્વભરમાં કુલ કમાણી 1055 હતી.

જવાન

જવાન શાહરૂખ ખાનની 2023ની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ હતી જેણે વિશ્વભરમાં 1160 કરોડની કમાણી કરી હતી. ફેંન્સની નજર હવે તેમની ફિલ્મ ડંકી પર છે . આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે અને આ 21 ડિસેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ થવા તૈયાર છે.  

ગદર 2 

સની દેઓલ-સ્ટારર ગદર 2 અને રજનીકાંતની જેલર લગભગ 11 ઓગસ્ટ અને 10 ઓગસ્ટના રોજ એકસાથે રિલીઝ થઈ અને વિશ્વભરમાં 650 કરોડથી વધુની કમાણી કરી હતી. ગદર 2નું વિશ્વવ્યાપી કલેક્શન 686 કરોડ હતું. અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ ‘ગદર 2’એ 22 વર્ષ પછી ફરી એકવાર સની દેઓલના સ્ટારડમને લોકોના દિલોમાં જીવંત કર્યુ હતુ. 

જેલર

2023: કિંગ ખાનની ફિલ્મ પઠાણથી લઇને એનિમલ સુધી વિશ્વભરમાં ચાલ્યો આ 5 ફિલ્મોનો જાદુ 2 - image

રજનીકાંતની ફિલ્મ જેલરે વિશ્વભરમાં 650 કરોડની કમાણી કરી, કારણ કે ફિલ્મ બિઝનેસ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને સપ્ટેમ્બરમાં ટ્વિટ કર્યું હતું. આ એક તમિલ ફિલ્મ હતી જેને હિન્દી, કન્નડ અને તેલુગુમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં જૈકી શ્રોફ, રજનીકાંત અને તમન્ના ભાટિયા જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. 


Google NewsGoogle News