બસ કંડક્ટરથી બન્યા સાઉથ સુપરસ્ટાર, નેટવર્થ 51 મિલિયન ડૉલર, એક ફિલ્મ માટે લે છે 100 કરોડ ફી
Image: Facebook
Rajinikanth Birthday: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર રજનીકાંત ગુરુવારે 74 વર્ષનો થઈ ગયો. બસ કન્ડક્ટરથી બોલિવૂડ-સાઉથના સુપરસ્ટાર બનેલા રજનીકાંતે પોતાની એક્ટિંગથી ચાહકોને દિવાના બનાવ્યા છે. તેનો જન્મ 12 ડિસેમ્બર 1950એ એક મરાઠી પરિવારમાં થયો હતો.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી તેને રજનીકાંત તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર સૌથી વધુ ફી લેનાર એક્ટર્સમાં ગણાતો રજનીકાંત 74 વર્ષે પણ એક્ટિવ છે અને પોતાની ફિલ્મોથી એન્ટરટેઈન કરી રહ્યો છે. રજનીકાંતની નેટવર્થ 51 મિલિયન ડોલર (લગભગ 430 કરોડ રૂપિયા) છે. રજનીકાંત એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયાની આસપાસ ચાર્જ કરે છે. અમુક ફિલ્મો માટે તેણે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લીધી છે.
આ પણ વાંચો: વિરાટ-અનુષ્કાએ 7મી એનિવર્સરી સેલિબ્રેટ કરી, કેમેરાને ઈગ્નોર કરતા દેખાયા, તસવીર વાયરલ
તેણે 'જેલર' ફિલ્મ માટે 110 કરોડ રૂપિયાની ફી લીધી હતી. ખાસ વાત એ છે કે રજની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દૂર રહે છે. પોતાની અલગ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવનાર રજનીકાંતની લાઈફસ્ટાઈલ એકદમ લગ્ઝરી છે. રજનીકાંતનું ચેન્નઈના પોએસ ગાર્ડનનું ઘર લગભગ 35 કરોડ રૂપિયાનું છે. આ સિવાય તેના મેરેજ હોલની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે.
તેનું કાર કલેક્શન પણ શાનદાર છે. જેમાં રોલ્સ રોયસથી લઈને બીએમડબલ્યુ સુધી સામેલ છે. તેની પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ (કિંમત 6 કરોડ રૂપિયા), રોલ્સ રોયસ ફેન્ટમ (કિંમત લગભગ 16.5 કરોડ રૂપિયા) છે. આ સિવાય તેની પાસે બીએમડબલ્યુ એક્સ5, મર્સિડીજ બેન્જ જી વેગન, Bentley Luminous અને લેમ્બૉર્ગિની ઉરુસ પણ છે.