Get The App

રોહિત શર્મા સાથે હું રિલેશનેશીપમાં હતી...' જાણીતી બ્રિટિશ મોડેલના દાવાથી ખળભળાટ, ફેન્સ ચોંક્યા

Updated: Nov 8th, 2024

GS TEAM


Google News
Google News
રોહિત શર્મા સાથે હું રિલેશનેશીપમાં હતી...' જાણીતી બ્રિટિશ મોડેલના દાવાથી ખળભળાટ, ફેન્સ ચોંક્યા 1 - image

Sofia Hayat & Rohit Sharma Relationship : ક્રિકેટરોના નામ ઘણીવાર બોલિવૂડ અભિનેત્રીઓ અથવા મોડલ્સ સાથે જોડાતા રહેતા હોય છે. ઘણાં ક્રિકેટરોએ પણ બોલીવુડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. એક સમય એવો હતો જ્યારે રોહિત શર્માનાની એક બ્રિટિશ મોડલ સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી. જો કે, આ વિશે રોહિતે ક્યારેય કંઈ કહ્યું નથી. પરંતુ જે મોડલ સાથે રોહિતના સંબંધો અંગે ચર્ચાઓ થઈ હતી તેણે આ વાત સ્વીકારી લીધી છે.

રોહિત શર્માના આ બ્રિટિશ મોડલ સાથે હતા સંબંધો

રોહિત શર્મા અને બ્રિટિશ મોડલ સોફિયા હયાતના સંબંધોને લઈને વર્ષ 2012 દરમિયાન ઘણી ચર્ચા થઈ હતી. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે રોહિત શર્મા આ હોટ મોડલના પ્રેમમાં હતો. જો કે. રોહિતે ક્યારેય આ વાત સ્વીકારી ન હતી. પરંતુ હવે સોફિયા હયાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને રોહિત સાથેના તેના સંબંધોનો દાવો કરતો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રોહિત અને સોફિયાની મુલાકાત લંડનમાં થઈ હતી. ત્યારબાદ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. 

હું તેને ફરી ક્યારેય ડેટ કરીશ નહીં

એક ઈન્ટરવ્યૂમાં રોહિત શર્માએ સોફિયા વિશે કહ્યું હતું કે. તે મારી એક ફેન છે. ત્યારે  સોફિયા આનાથી ખૂબ જ ચિડાઈ ગઈ હતી. સોફિયા હયાતે રોહિત સાથેના સંબંધો અંગે ખુલાસો કરતા પોસ્ટમાં લખ્યું હતું કે, 'મારા રોહિત શર્મા સાથે સંબંધ હતા, પરંતુ બાદમાં આ સંબંધ સમાપ્ત થઈ ગયો હતો. તે સમયે હું રોહિત શર્માને ડેટ કરી રહી હતી. પરંતુ હવે હું તેને ફરી ક્યારેય ડેટ કરીશ નહીં.'

આ પણ વાંચો : અનુષ્કા-વિરાટની મુંબઈમાં રોમેન્ટિક 'ઢોંસા ડેટ', અકાય-વામિકા જોવા ન મળ્યાં, ચાહકો થયા ખુશ!

હવે લાઇમલાઇટથી દુર રહે છે મોડલ

એક સમય હતો જ્યારે સોફિયા હયાત ઘણી લાઇમલાઇટમાં રહેતી હતી. તે બિગ બોસ સિઝન 7માં પણ જોવા મળી હતી. આ સિવાય સોફિયા ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કરી ચૂકી છે. પરંતુ હવે તેઓ આ બધી બાબતોથી દૂર છે.

રોહિત શર્મા સાથે હું રિલેશનેશીપમાં હતી...' જાણીતી બ્રિટિશ મોડેલના દાવાથી ખળભળાટ, ફેન્સ ચોંક્યા 2 - image

Tags :