Get The App

બ્રેસ્ટ કેન્સરથી પીડિત હિના ખાન બિગ બોસ 18 માં પહોંચી, સલમાન સામે થઈ ઈમોશનલ

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
બ્રેસ્ટ કેન્સરથી પીડિત હિના ખાન બિગ બોસ 18 માં પહોંચી, સલમાન સામે થઈ ઈમોશનલ 1 - image


Image: Facebook

Hina Khan Reaches Bigg Boss 18: ટીવી એક્ટ્રેસ હિના ખાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' થી ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. હિના ખાન ઘણા રિયાલિટી શો ની સાથે જ બિગ બોસ સિઝન 11 ની ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. જેને શિલ્પા શિંદેએ જીતી હતી. અત્યારે હિના મુશ્કેલ સમયથી પસાર થઈ રહી છે. હિના બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે. હિના આ મુશ્કેલ સમયમાં પણ પૂરી મજબૂતીથી ઊભી છે. દરમિયાન હવે હિના બિગ બોસ 18ના વીકેન્ડ કા વારમાં ગેસ્ટ તરીકે પહોંચી છે. સલમાનની સામે પોતાને હિના ઈમોશનલ થવાથી રોકી શકી નહીં. 

સલમાને ઉત્સાહભેર કર્યું સ્વાગત

બિગ બોસ 18 વીકેન્ડ કા વાર નો નવો પ્રોમો સામે આવ્યો છે. શો પર મહેમાન બનીને ટીવી ક્વીન હિના ખાન આવવાની છે. શો નો નવો પ્રોમો સામે આવી ચૂક્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાન ખૂબ ઉત્સાહભેર હિનાનું સ્વાગત કરતો નજર આવી રહ્યો છે. સલમાન કહે છે, 'પ્લીઝ વેલકમ, રિયલ લાઈફ ફાઈટર હિના ખાન.'

આ પણ વાંચો: બોલિવૂડનો દિગ્ગજ સ્ટાર 405 કરોડનો માલિક છતાં રહે છે ભાડાના મકાનમાં, જુઓ શું કારણ આપ્યું

સલમાનની સામે ઈમોશનલ થઈ હિના

હિના ખાને કહ્યું, 'હું આ સુંદર જર્નીથી જે વસ્તુ પોતાની સાથે લઈને ગઈ છું તે છે શક્તિ. આ શો પર મને ખૂબ જ સુંદર ટેગ મળ્યો હતો. સમગ્ર દુનિયા મને શેર ખાનના નામથી જાણે છે.' હિનાની વાત સાંભળીને સલમાન કહે છે, 'તું હંમેશાથી જ એક ફાઈટર રહી છે અને અહીંયા દરેક ચેલેન્જ સામે લડી છે, તું એક હજાર ટકા ઠીક થઈ જઈશ.' સલમાનની વાત સાંભળીને હિનાની આંખોમાં આંસુ આવી જાય છે.


Google NewsGoogle News