પ્લાસ્ટિક સર્જરી દરમિયાન 29 વર્ષીય એક્ટ્રેસને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં જ થયું મોત
29 વર્ષીય અભિનેત્રી અને બ્રાઝિલિયન મોડલ લુઆના એન્ડ્રેડ હવે આ દુનિયામાં નથી રહી
લિપોસક્શન સર્જરી દરમ્યાન 4 વખત હાર્ટ એટેક આવ્યો હતો
Image Twitter |
તા. 10 નવેમ્બર 2023, શુક્રવાર
29 વર્ષીય અભિનેત્રી અને બ્રાઝિલિયન મોડલ લુઆના એન્ડ્રેડ હવે આ દુનિયામાં નથી રહી. મીડિયાના રિપોર્ટ પ્રમાણે તેને લિપોસક્શન સર્જરી દરમ્યાન 4 વખત હાર્ટ એટેક આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, અભિનેત્રીને આ રીતે અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. માહિતી પ્રમાણે સર્જરી દરમ્યાન જ તેને હાર્ટ એટેક આવ્યો હતો.
સર્જરી દરમ્યાન જ થયું હતું મોત
સાઓ પાઉલોમાં રહેનારી લુઆના એન્ડ્રેડ લિપોસેક્શન સર્જરી કરાવી રહી હતી. લિપોસેક્શન એક કોસ્ટેમેટિક સર્જરી છે. અભિનેત્રીના નિધન પર બ્રાઝિલિયન ફુટબોલ ખેલાડી નેમારે દુખ વ્યક્ત કર્યુ હતું. માહિતી પ્રમાણે અભિનેત્રી સેન લુઈસ હોસ્પિટિલમાં લિપોસેક્શનની સર્જરી કરાવી રહી તે દરમ્યાન જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે સર્જરીને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી. તે પછી અભિનેત્રીનું સવારે મોત થયું હતું.
શું છે આ લિપોસેક્શન સર્જરી
લિપોસેક્શન સર્જરી એક કોસ્મેટિક સર્જરી છે. આ સર્જરી દરમ્યાન શરીરના કોઈ પણ ભાગમાં ચરબીનો ભાગ હટાવી શકાય છે. અભિનેત્રી આ સર્જરીમાં તેના ઘુંટણ પાસેની ચરબી હટાવવા માટેનું કામ કરાવી રહી હતી. પરંતુ આ દરમ્યાન તેને 4 વખત કાર્ડિયક એસ્ટેટ થયો હતો અને તેનુ મોત થયું હતું.