શૉકિંગ! લાઈવ શૉમાં સિંગરે ચાહકને ગળે લગાવ્યો, એવો કરંટ લાગ્યો કે જીવ ગુમાવવો પડ્યો
Ayres Sasaki: બ્રાઝિલના પ્રખ્યાત સિંગર આયરેસ સાસાકીનું 35 વર્ષની વયે વીજ કરંટથી મોત થયું છે, તેના દર્દનાક મૃત્યુના કારણે તેના ફેન્સ ખૂબ દુ:ખી છે. સાસાકી 13 જુલાઈએ બ્રાઝિલના સેલિનોપોલિસ પેરામાં લાઈવ પરફોર્મન્સ આપી રહ્યો હતો. તે દરમિયાન તેના એક ફેનના કારણે તેને વીજ કરંટ લાગ્યો હતો.
લાઈવ પરફોર્મન્સમાં થયું મોત
બ્રાઝિલના સેલિનોપોલિસમાં આવેલી સોલાર હોટેલમાં એક મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હતો. આયરેસ સાસાકી બ્રાઝિલના લોકપ્રિય સિંગરમાં સ્થાન ધરાવતા હોવાથી તેમના કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લાઈવ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર એક ફેન તેને મળવા આવ્યો હતો. જે તેમના માટે ઘાતક સાબિત થયો. તેનો ફેન પાણીથી ભીંજાયેલો હતો. એવામાં તે આયરેસને ગળે મળવા માટે ગયો ત્યારે તેને નજીકના કેબલમાંથી ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેના કારણે આયરેસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે ફેન ભીંજાયેલો કેમ હતો? પરંતુ આયરેસ સાસાકીના મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો છે.
આયરેસના આંટી પણ કોન્સર્ટમાં હાજર હતા
આ કોન્સર્ટમાં આયરેસ સાસાકીના આંટી રીટા માટોસ પણ હાજર હતા. તેમણે આ ઘટના વિષે જણાવ્યું હતું કે, 'આ શો એક ખાસ સમય પર નક્કી હતો. પરંતુ અમુક કારણોસર શોનો સમય બદલવામાં આવ્યો હતો. પરંતુ જેઓ આ ઘટના સમયે તેમની સાથે હતા અમે તેમનો સંપર્ક કરી રહ્યા છીએ. જેથી આ બધું કેવી રીતે થયું તે જાની શકાય. અમે તમામ માહિતી એકઠી કરીશું અને પ્રેસને જાણકારી આપીશું.' આયરેસ સાસાકીના લગ્નને એક વર્ષ પણ પૂર્ણ થયું ન હતું. તેની પત્ની હાલ આઘાતમાં છે.
આ પણ વાંચો: ફૂડ પોઈઝનિંગથી બીમાર પડેલી જાહ્વવીને હોસ્પિટલમાંથી રજા મળી
અગાઉ 2023 માં, બ્રાઝિલના ગોસ્પેલ સિંગર પેડ્રો હેનરિકનું લાઇવ પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર અવસાન થયું હતું. પેડ્રો હેનરીક બ્રાઝિલના ફિએરા ડી સૈનટાનામાં એક ખાનગી કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યો હતો. તે દરમિયાન તે બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને નજીકના મેડિકલ ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.