ફિલ્મોની કમાણી માત્ર Box Officeથી જ નથી, ફ્લોપ થયા બાદ પણ આવી રીતે કરે છે પ્રોફિટ

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ફિલ્મોની કમાણી માત્ર Box Officeથી જ નથી, ફ્લોપ થયા બાદ પણ આવી રીતે કરે છે પ્રોફિટ 1 - image


Image Source: Freepik

મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી 2024 બુધવાર

ફિલ્મો રિલીઝ થતા જ સૌની નજર બોક્સ ઓફિસ અને તેના કલેક્શન પર ટકેલી હોય છે. શું તમે જાણો છો કે ફિલ્મના હિટ કે ફ્લોપ થવાનું કારણ તેનું બોક્સ ઓફિસ કલેક્શન હોતુ નથી. ફિલ્મ ફ્લોપ થવાથી લોકો સમજે છે કે તેનું ટિકિટ કલેક્શન સારુ રહ્યુ નહીં હોય અને તેનુ નુકસાન પ્રોડ્યુસરને વેઠવુ પડશે. ઓછા લોકો જ બોક્સ ઓફિસ અને ફિલ્મોની કલેક્શન ગેમને સમજી શકે છે. તેઓ એ નથી જાણતા કે ફિલ્મોની કમાણીની સીધી અસર પ્રોડ્યુસર પર પડતી નથી. મોટાભાગના પ્રોડ્યુસર ફિલ્મને બનાવવામાં થયેલા ખર્ચને કાઢી જ લે છે. ફિલ્મ ચાલી કે નહીં તેનું નુકસાન સંપૂર્ણ રીતે તેમણે ઉઠાવવુ પડતુ નથી. તેના પાછળનું કારણ છે ડિસ્ટ્રિબ્યૂટર્સ અને ફિલ્મ સાથે જોડાયેલા રાઈટ્સ. 

રિલીઝ પહેલા જ રાઈટ્સ વેચીને પ્રોડ્યુસર કમાણી કરી લે છે

ફિલ્મ રિલીઝ પહેલા જ પ્રોડ્યુસર ફિલ્મ સાથે જોડાયેલા સેટેલાઈટ રાઈટ્સ, મ્યૂઝિક રાઈટ્સ, ડિસ્ટ્રિબ્યૂટર્સ રાઈટ્સ વેચી દે છે. હવે ઓટીટી પ્લેટફોર્મ આવ્યા બાદ તેની સાથે જોડાયેલા રાઈટ્સની કમાણીથી પણ પ્રોડ્યુસરને સારો ફાયદો થાય છે. આ રાઈટ્સને વેચીને પ્રોડ્યુસર ફિલ્મને બનાવવામાં લાગેલા ખર્ચને કાઢીને અને ફાયદો કમાવવામાં સફળ રહે છે.

ડિસ્ટ્રિબ્યૂટર્સ પહેલા જ ફિલ્મોની બોલી લગાવી દે છે

ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ થતા જ ડિસ્ટ્રિબ્યૂટર્સને ફિલ્મો બતાવવામાં આવે છે. જે બાદ તેઓ નિર્ણય કરે છે કે ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂટિંગ રાઈટ્સ માટે તેઓ કેટલા રૂપિયા આપશે. ડિસ્ટ્રિબ્યૂટર્સ રાઈટ્સ બે રીતે ખરીદવામાં આવે છે. પહેલી રીત હોય છે જેમાં એડવાન્સમાં એક એકાઉન્ટ ડિસાઈડ કરીને પે કરી દેવામાં આવે છે. બીજી રીત હોય છે મિનિમમ ગેરંટી. જે હેઠળ જો ડિસ્ટ્રીબ્યૂટર પ્રોડ્યુસરને 20 કરોડ રૂપિયા આપે છે અને ફિલ્મ 14 કરોડની જ કમાણી કરે છે તો પ્રોડ્યુસરે મિનિમમ ગેરંટી આપીને ડિસ્ટ્રિબ્યૂટર્સને 6 કરોડ પાછા આપવા પડશે. જો ડિસ્ટ્રિબ્યૂટર્સે એડવાન્સમાં રૂપિયા આપ્યા છે, તો બોક્સ ઓફિસ કલેક્શનનું પુરુ નુકસાન તેમણે ઉઠાવવુ પડે છે.

ડિસ્ટ્રિબ્યૂટર્સ અને પ્રોડ્યૂસરની વચ્ચે પહેલેથી જ થઈ જાય છે એગ્રીમેન્ટ

બોક્સ ઓફિસ કલેક્શન લક ગેમને જોતા ડિસ્ટ્રિબ્યૂટર્સ અને પ્રોડ્યુસરની વચ્ચે એક એગ્રીમેન્ટ એ પણ થાય છે કે જો ફિલ્મે આશા કરતા વધુ કમાણી કરી તો તેનો કેટલો ભાગ પ્રોડ્યુસરને મળશે. આ ડિસ્ટ્રિબ્યૂટર્સ અને પ્રોડ્યુસરનો પરસ્પર નિર્ણય હોય છે, જે એગ્રીમેન્ટમાં સ્પષ્ટ શબ્દોમાં પહેલેથી લખેલુ હોય છે. એનીમલ, બાહુબલી અને કેજીએફ જેવી ફિલ્મોનો ફાયદો પ્રોડ્યુસર્સને આ રીતે મળશે.

સિન્ડિકેશન રાઈટ્સ, મ્યૂઝિક રાઈટ્સ, રીમેક રાઈટ્સથી મળે છે વધુ ફાયદો

વર્ષો સુધી જે ફિલ્મો આપણે પોતાના ટીવી સેટ્સ પર જોઈએ છીએ. તેનું કારણ સિન્ડિકેશન રાઈટ્સ જ છે. આ તે રાઈટ્સ છે, જે પ્રોડ્યુસર ચેનલ્સને વેચે છે. આ પ્રોડ્યુસર પર ડિપેન્ડ કરે છે કે આ રાઈટ્સ તે ફિલ્મના રિલીઝ પહેલા કે બાદમાં વેચી રહ્યા છે. હવે ઓટીટી પ્લેટફોર્મને મળનાર રાઈટ્સ પણ આમાં ગણવામાં આવે છે. રીમેક રાઈટ્સ મોટાભાગે સાઉથ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના પ્રોડ્યુસર વેચે છે, જે હેઠળ ફિલ્મોની હિંદી રીમેક બનાવવામાં આવે છે. મ્યૂઝિક રાઈટ્સ તે રાઈટ્સ હોય છે, જે મ્યૂઝિક કંપનીઓ ખરીદે છે કે પોતાની પાસે રાખે છે. જેમાં હવે ગીત ડોટ કોમ જેવી કંપનીઓ પણ જોડાઈ ગઈ છે, જે ગીતના પ્લેસ અને વ્યૂઝથી પ્રોફિટ કમાય છે.


Google NewsGoogle News