સની દેઓલે કરી બોર્ડર-2ની જાહેરાત, 27 વર્ષ પહેલા આપેલું વચન પૂરું કરવા આવી રહ્યો છે ફૌજી...

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
સની દેઓલે કરી બોર્ડર-2ની જાહેરાત, 27 વર્ષ પહેલા આપેલું વચન પૂરું કરવા આવી રહ્યો છે ફૌજી... 1 - image


Sunny Deol Annouced Border-2: ગદર-2 ની જબરદસ્ત સફળતા પછી, સની દેઓલ તેની આગામી ફિલ્મ બોર્ડર-2 હાલ ચર્ચામાં છે. બોર્ડર ફિલ્મ 1997માં થિયેટરમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. દર્શકોને આ દેશભક્તિની ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. જયારે હવે બોર્ડર-2ની જાહેરાત બાદ ચાહકો ખુશ થશે.

સની દેઓલ બોર્ડર-2 અંગે આપી અપડેટ્સ

સની દેઓલે બોર્ડર-2ની જાહેરાત તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી છે. બોર્ડરની 27મી વર્ષગાંઠ પર અભિનેતાએ એક વીડિયો શેર કરતા લખ્યું છે કે, 'એક સૈનિક તેનું 27 વર્ષ જૂનું વચન પૂરું કરવા ફરી આવી રહ્યો છે. ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ, બોર્ડર-2.'

આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જે.પી. દત્તા અને નિધિ દત્તા કરશે, તો અનુરાગ સિંહ આ ફિલ્મ નિર્દેશિત કરશે.  

બોર્ડર-2ને લઈને ફેન્સ ઉત્સાહિત

બોર્ડર-2ની સ્ટારકાસ્ટ વિષે નિર્માતાઓએ દ્વારા હજુ કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. 1997માં રિલીઝ થયેલી બોર્ડર ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, પૂજા ભટ્ટ, સુરભી મુખર્જી, સુદેશ બેરી, તબ્બુએ કામ કર્યું હતું. 

સનીની આગામી ફિલ્મ લાહોર 1947 છે, જેનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે. તે ખાનના પ્રોડક્શન બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્માં પ્રીતિ ઝિન્ટા પણ છે.

સની દેઓલે કરી બોર્ડર-2ની જાહેરાત, 27 વર્ષ પહેલા આપેલું વચન પૂરું કરવા આવી રહ્યો છે ફૌજી... 2 - image


Google NewsGoogle News