બોની કપૂરે મિ. ઇન્ડિયા ફિલ્મની રિલીઝના 37 વર્ષ પછી સિકવલની હિન્ટ આપી

Updated: May 28th, 2024


Google NewsGoogle News
બોની કપૂરે મિ. ઇન્ડિયા ફિલ્મની રિલીઝના 37 વર્ષ પછી સિકવલની હિન્ટ આપી 1 - image


- ફરીથી આ જાદુ કરવા માટે રિચાર્જ થઇ રહ્યો છું : બોની કપૂર

મુંબઇ : બોની કપૂરે પોતાનલ્હિટ ફિલ્મની સીકવલની ઘોષણા કરી છે. તેણે સોશયલ મીડિયાપર એક વીડિયોપણ શેર કર્યો છે. જેમાં તેણે મિસ્ટર િન્ડિયાના સેટના પડદાની પાછળની એક તસવીર મુકી છે. જેમાં એક ઘડિયાળ જોવા મળે છે. 

આ વીડિયો સાથે બોની કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, ન દેખાતી ઘડિયાળ પણ આજે ઓર્બિટમાં છે. એણે ૩૭ વરસની મુસાફરી પુરી કરી લીધી છે. અને હવે આ જાદુને ફરી ચલાવવા માટે હું રિચાર્જ થઇ રહ્યો છું. 

ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂર અને શ્રીદેવી અભિનિત ફિલ્મ મિ. ઇન્ડિયા એક સાયન્સ-ફિકશન ફિલ્મ હતી. 

જેમાં અનિલ કપૂરને તેના પિતાની એક એવી ઘડિયાળ મળે છે કે જેના પહેરવાથી તે ગાયબ થઇ જતો હતો. ફિલ્મ બ્લોક બસ્ટર થઇ હતી અને એ સમયે આ ફિલ્મે રૂપિયા ૧૦ કરોડની કમાણી કરી  હતી. 


Google NewsGoogle News