બોલિવૂડનો એ ફ્લોપ હીરો જેણે 90ના દાયકામાં બચ્ચનના સ્ટારડમને આપી ટક્કર, આજે છે રૂ.1650 કરોડની નેટવર્થ
Chiranjeevi: બોલિવૂડમાં લીડ હીરો બનવું દરેકનું સ્વપ્ન હોય છે પરંતુ તે સ્વપ્ન સાચું પડવું અમુકના જ નસીબમાં હોય છે પરંતુ જો નસીબમાં સુપરસ્ટાર બનવું લખેલું હોય તો તેને કોઈ રોકી શકે નહીં. આવું જ કંઈક આ સુપરસ્ટાર સાથે થયું જેણે બોલિવૂડમાં તો એન્ટ્રી કરી પરંતુ તે સુપરસ્ટારનો ખિતાબ પામી શક્યો નહીં. જ્યારે તેણે સાઉથમાં કિસ્મત અજમાવી તો ચાહકોનો સુપરહીરો બની ગયો અને મેગા સ્ટાર કહેવાયો. આજે તેના એકલાની નેટવર્થ 1000 કરોડથી વધુ છે. જ્યારે તેના ફેમિલીની કમ્બાઈન્ડ નેટવર્થ 4000 કરોડની છે.
આ સુપરસ્ટાર અન્ય કોઈ નહીં મેગા સ્ટાર ચિરંજીવી છે, જેણે માત્ર ત્રણ ફિલ્મો બોલિવૂડમાં આપી પરંતુ એક બાદ એક ફ્લોપ થઈ ગઈ. જ્યારે સુપરસ્ટાર સાઉથ સિનેમા તરફ વળ્યો તો ચાહકોના દિલ જીતી લીધા અને પોતાનું સ્ટારડમ બનાવ્યું. 90ના દાયકામાં ચિરંજીવીએ ઘણી હિટ આપી અને અમિતાભ બચ્ચનને કોમ્પીટિશન આપી તેમજ હાઈએસ્ટ પેઈડ એક્ટર્સમાં તેની ગણતરી થવા લાગી. ચિરંજીવીએ 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને 10 ફિલ્મફેર, ચાર નંદી એવોર્ડ્સ પોતાના પરફોર્મન્સથી પોતાના નામે કર્યાં. 2022માં ચિરંજીવીને 53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં વર્ષના બેસ્ટ ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો.
ચિરંજીવી 14 બેક ટુ બેક હિટ આપીને 90ના દાયકાનો સુપરસ્ટાર બની ગયો અને અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ચિરંજીવીની ફી તેના સફળ વર્ષમાં અમિતાભ બચ્ચનથી પણ વધુ થઈ ગઈ. એક રિપોર્ટ અનુસાર બિગ બી ને 1 કરોડ ફી મળતી હતી તો ચિરંજીવીને 1.25 કરોડ એક ફિલ્મ માટે મળતા હતા. ચિરંજીવીની નેટવર્થ 1650 કરોડની છે. જ્યારે તેની કોનિડેલા ફેમિલીની નેટવર્થ લગભગ 4000 કરોડ છે.