Get The App

Natasha Dalal Pregnant: વરુણ ધવન અને નતાશા બનશે પેરેન્ટ્સ, ફોટા શેર કરી ચાહકોને આપ્યા સમાચાર

ખુબ જલ્દી પિતા બનવાના છે વરુણ ધવન

એક્ટરે ફોટો શેર કરી આપી માહિતી

Updated: Feb 18th, 2024


Google News
Google News
Natasha Dalal Pregnant: વરુણ ધવન અને નતાશા બનશે પેરેન્ટ્સ, ફોટા શેર કરી ચાહકોને આપ્યા સમાચાર 1 - image
Image Social Media

Natasha Dalal Pregnant : વર્ષ 2024માં કેટલાક સેલેબ્સ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા છે. તો કેટલાક સેલેબ્સના ઘરમાં નવી ખુશીઓ આવી રહી છે. હાલમાં જ વિક્રાંત મેસી પિતા બન્યા છે. તો હવે બીજા અન્ય સેલેબ્સના ઘરે પણ કિલકારી ગુંજવાની છે.

હાલમાં જ એક્ટર અલી ફઝલ અને એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ ફેન્સને સારા સમાચાર આપ્યા હતા. તો હવે આ લીસ્ટમાં બોલીવુડનું અન્ય એક કપલ સામેલ થયું છે. અમે એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલની વાત કરીએ છીએ. આ કપલ જલ્દી પેરેન્ટસ બનાવાના છે. આ વિશેની માહિતી ખુદ એક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

અમે પ્રેગ્નેન્ટ છીએ...

વરુણ ધવને તે પિતા બનવાનો છે તે સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વરુણે એક સુંદર ફોટો શેર કર્યો છે. જેમાં તે ઘૂંટણ પર બેસીને પત્ની નતાશા દલાલના બેબી બમ્પને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે, "અમે ગર્ભવતી છીએ...તમારા બધા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.

સેલેબ્લ આપી રહ્યા છે અભિનંદન

એક્ટરની આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ અભિનંદન આપી રહ્યા છે. એક્ટર અર્જુન કપુરે લખ્યું, ડેડી અને મમ્મી નંબર 1. તો મલાઈકા અરોરાએ લખ્યું, અભિનંદન. કૃતિ સેનન અને જ્હાન્વી કપૂરે કાળા કલરના કેટલાક હાર્ટ ઇમોજીસ બનાવ્યા છે. સોનમ કપૂરે લખ્યું, ઓહ માય ગોડ. નેહા ધૂપિયાએ લખ્યું, તમને લોકો અભિનંદન ❤❤❤❤ શ્રેષ્ઠ હૂડમાં તમારુ સ્વાગત છે. તેમજ વાણી કપૂરે લખ્યું, અભિનંદન.

Tags :
Natasha-Dalalvarun-dhawanbollywoodPregnant

Google News
Google News