સોનાક્ષી-ઝહીરના લગ્નની તૈયારી, જાણો રિસેપ્શન સ્થળથી માંડીને ડ્રેસ કોડ સુધીની તમામ અપડેટ
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગભગ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નના ફંક્શનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આજે તેમના લગ્નનું રિસેપ્શન છે. આવો જાણીએ તેમના લગ્ન સંબંધિત દરેક અપડેટ વિશે.
અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ હાલમા તેમના લગ્નના સમાચારને લઈને ખુબ ચર્ચામાં છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી આ કપલ હવે તેમના જીવનની નવી સફર તરફ આગળ વધી રહ્યા છે.
સોનાક્ષી-ઝહીરના લગ્નની વિધિઓ 21 જૂનથી શરૂ થઈ ચુકી છે. જેમાં મહેંદી, પૂજા જેવા અનેક ફંક્શનના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે. હવે ફેન્સની મનપસંદ અભિનેત્રીને દુલ્હન બનતા જોવા આતુર છે. તેમના લગ્નના રિસેપ્શન પહેલા જાણીએ ડ્રેસ કોડથી લઈને રિસેપ્શન વેન્યુ સુધીની દરેક અપડેટ.
કપલ કોર્ટ મેરેજ કરશે
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ હિંદુ કે મુસ્લિમ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાના નથી, પરંતુ બંનેએ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, તેમના લગ્નની તારીખ ક્લિયર નથી, કારણ કે શત્રુઘ્ન સિન્હાએ તેમના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો, કે 23 જૂને લગ્ન નહીં પરંતુ રિસેપ્શન છે.
મુંબઈમાં અહીં યોજાશે લગ્નનું રિસેપ્શન
બંને કોર્ટ મેરેજ કર્યા પછી તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન આજે એટલે કે, 23 જૂને મુંબઈના બસ્તિયનમાં રાત્રે 8 વાગ્યે યોજાશે. આમાં સલમાન ખાનથી લઈને હુમા કુરેશી સુધીના ઘણા બોલિવૂડ સેલેબ્સ સામેલ થઈ શકે છે.
શું રહેશે ડ્રેસ કોડ ?
થોડા દિવસો પહેલા સોનાક્ષી-ઝહીરના અનોખા લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, લગ્નનો ડ્રેસ કોડ ફેસ્ટિવલ અને ફોર્મલ હશે. માત્ર લાલ કલરનો ડ્રેસ પહેરીને ન આવવું.
મહેંદીની તસવીર સામે આવી હતી
શનિવારના રોજ કપલના મહેંદી ફંક્શનની એક તસવીર જોવા મળી હતી, જેમાં વર-કન્યા તેમના મિત્રો અને નજીકના લોકો સાથે પોઝ આપતા નજરે પડી રહ્યા છે.
સોનાક્ષી-ઝહીરની લવ સ્ટોરી
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ છેલ્લા 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. માત્ર ખાસ પ્રસંગોએ જ બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા નજરે પડતા હતા. અહીં એક વાત એ પણ છે કે, બંનેએ ડબલ એક્સએલ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે.