Photos: 7 વર્ષના રિલેશન બાદ સિંગર અરમાને કર્યા લગ્ન, જાણો કોણ છે દુલ્હન
Armaan Malik Aashna Shroff Wedding: પ્લેબેક સિંગર અરમાન મલિકે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે આજે લગ્ન કર્યા. સિંગરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે. અરમાને વર્ષની શરૂઆતમાં જ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. હાલમાં જ તેણે લગ્નની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, 'તુ હી મેરા ઘર.' અરમાન મલિક બેબી પિંક શેરવાનીમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. તેમજ આશના લાલ ડ્રેસમાં દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ અરમાન મલિકને શુભકામનાઓ આપી રહ્યા છે.
આ તસવીરો પર ફેન્સે આપી શુભકામના
એક યુઝરે લખ્યું, 'સરપ્રાઈઝ કરવાની કેવી રીત.' અન્ય એક યુઝરે લખ્યું, 'આજનો દિવસ અમારા માટે મોટો દિવસ બની ગયો છે. બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ખૂબ જ સુંદર ફોટોઝ છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'અરમાને લગ્નની તસવીરો એટલી અચાનક બતાવી છે કે મને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે બંનેના લગ્ન છે.'
અરમાન આ ગીતો માટે છે ફેમસ
અરમાન મલિકે ઓગસ્ટ 2023માં આશના શ્રોફને પ્રપોઝ કર્યું હતુ. બાદમાં, અરમાને આશના માટે 'કસમ સે – ધ પ્રપોઝલ' નામનો એક મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કર્યો હતો. તેના લગભગ બે મહિના પછી બંનેએ સત્તાવાર રીતે સગાઈ કરી, જેની તસવીરો તેઓએ તેમના ફેન્સ સાથે પણ શેર કરી હતી.
સિંગર અરમાન મલિક 'વજાહ તુમ હો', 'બોલ દો ના ઝરા' અને 'બુટ્ટા બમ્મા' જેવા ગીતો માટે લોકપ્રિય છે અરમાન અગાઉ તેના ગીત 2 સ્ટેપના નવા વર્ઝન પર બ્રિટિશ સિંગર એડ શીરાન સાથે કામ કરી ચૂક્યો છે.
આશના શ્રોફ શું કરે છે?
આશના શ્રોફ ફેશન અને બ્યુટી બ્લોગર અને યુટ્યુબર છે. તેને કોસ્મોપોલિટન લક્ઝરી ફેશન ઇન્ફ્લુએન્સર ઓફ ધ યર 2023 તરીકે પસંદ કરવામાં આવી હતી.