ખુદને ગર્વથી હિન્દુ કે ભારતીય કહીએ 'અંધભક્ત', PMના વખાણ કરો તો...: પ્રીતિ ઝિન્ટાને કેમ આવ્યો ગુસ્સો?
Bollywood Actress Preity Zinta: બોલિવૂડ એક્ટ્રેસ અને આંત્રપ્રિન્યોર પ્રીતિ ઝિન્ટા પોતાના સ્પષ્ટ અભિપ્રાયો અને નિવેદનો માટે અત્યંત ચર્ચામાં રહે છે. તે અવારનવાર નાના-મોટા મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો આપતી રહે છે. પોતાને ગર્વથી ભારતીય અને હિન્દુ ગણાવતી પ્રીતિ ઝિન્ટાએ અમેરિકન બિઝનેસમેન સાથે લગ્ન કર્યા ત્યારથી યુઝર્સ અને ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા હતાં. જેનો જવાબ આપતાં પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર લોકો ગાંડા થઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે. તેમજ લોકોની વિચારસરણી પર સવાલો ઉઠાવ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો બેફામ બન્યા
પ્રીતિ ઝિન્ટાએ ટ્વિટર પર પોસ્ટ કરી છે કે, લોકો ગાંડા થઈ રહ્યા છે, કોઈ પણ વાત કે ચર્ચા કરવા માગતા નથી. માત્ર આરોપો મૂકે છે અથવા તો આક્રમક નિવેદનો આપે છે. સોશિયલ મીડિયા પર લોકો બેફામ બોલી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ પોતાની પ્રથમ એઆઈ ચેટબોટ વિશે વાત કરશે તો લોકો કહેશે કે, તે પેઈડ પ્રમોશન કરી રહ્યો છે.
જો તમે ગર્વથી હિન્દુ કે ભારતીય કહો એટલે અંધભક્ત
પ્રીતિ ઝિન્ટાએ આગળ લખ્યું કે, જો તમે વડાપ્રધાનના વખાણ કરો છો, તો તમે ભક્ત છો, અને જો ભૂલે ચૂકે તમે ગર્વથી હિન્દુ છો કે ભારતીય છો એમ બોલી ગયા તો તમે અંધભક્ત છો. લોકો જેવા છે તેવા રહેવા દો. તેમને રિઅલ રહેવા દો. પોતાના વિચારોને અનુરૂપ તેમને બનાવશો નહીં. પોતાના વિચારો તેમની પર થોપશો નહીં.
આ પણ વાંચોઃ 'ગુજરાતમાં બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે', બજેટ કરતાં દેવાનો આંકડો મોટો
એક-બીજા સાથે સંવાદ કરવા અપીલ
પ્રીતિ ઝિન્ટાએ લોકોને શાંતિ જાળવી એક-બીજા સાથે ઝઘડવાને બદલે સંવાદ કરવા અપીલ કરી છે. તેણે કહ્યું કે, લોકો મને સવાલો કરે છે કે, મેં જીન સાથે લગ્ન કેમ કર્યાં (ભારતીય હોવાનો ગર્વ હોવા છતાં)? મેં તેની સાથે લગ્ન કર્યા કારણકે હું તેને પ્રેમ કરૂ છું. કારણકે, સરહદ પાર એક એવો વ્યક્તિ છે, જે મારા માટે જીવ આપી દેવા તૈયાર છે. આ વાત સમજો...
2016માં અમેરિકાના બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં
પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર લોકોના વર્તન વિશે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યાં હતાં. તેમજ પોતાના પતિ જીન ગુડઈનફ માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. બંને અમેરિકાના લોસ એન્જલન્સમાં રહે છે. બિઝનેસમેન જીન ગુડઈનફ સાથે પ્રીતિ ઝિન્ટાએ 2016માં લગ્ન કર્યા હતાં. તે ફાઈનાન્સિયલ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરે છે. પ્રીતિ ઝિન્ટાના આ ટ્વિટ પર અનેક યુઝર્સ અને ચાહકોએ રિટ્વિટ તેમજ કમેન્ટ કરી હતી.