Get The App

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મિસ્ટ્રી મેન સાથે દેખાઈ મલાઇકા અરોડા, કોન્સર્ટની સેલ્ફી થઈ વાઇરલ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મિસ્ટ્રી મેન સાથે દેખાઈ મલાઇકા અરોડા, કોન્સર્ટની સેલ્ફી થઈ વાઇરલ 1 - image


Malaika Arora : મલાઈકા અરોરાએ હાલમાં જ અર્જુન કપૂર સાથેના બ્રેકઅપની વાત સ્વીકારી હતી. તેણે રમૂજી શૈલીમાં તેને સિંગલ બતાવી હતી. અર્જુન સાથેના બ્રેકઅપ બાદ તેણે ફેશન સ્ટાઈલિશ રાહુલ વિજય સાથે ડેટિંગની અફવાઓને વેગ આપ્યો છે. મલાઈકા ગયા અઠવાડિયે રાહુલ સાથે ડિનર પર જોવા મળી હતી. શનિવારે રાત્રે પણ તે એપી ધિલ્લોનના કોન્સર્ટમાં રાહુલ સાથે જોવા મળી હતી. કોન્સર્ટમાં મલાઈકાએ બધાના દિલ જીતી લીધા હતા. તે કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર એપી ધિલ્લોન સાથે જ જોડાવા સાથે સાથે કોન્સર્ટ પછી રાહુલ સાથે સેલ્ફી પણ શેર કરી હતી.

આ પણ વાંચો : VIDEO : 'મેરે બચપન કા ક્રશ..', કરોડપતિ સિંગરે મલાઈકા માટે ગાયું ગીત, ગળે પણ ભેટ્યો

મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે રાહુલ સાથેનો પોઝ શેર કર્યો છે. મલાઈકાએ 'તમારી સાથે' ગીત સાથેની તસવીર શેર કરી છે. આ તસવીર સૌથી પહેલા રાહુલ વિજયે શેર કરી હતી. મલાઈકાએ તેને ફરીથી શેર કરી હતી. કોન્સર્ટમાં મલાઈકા મસ્તી કરતી હતી તે વખતની કેટલીક તસવીર પણ રાહુલે શેર કરી હતી.

આ પણ વાંચો : પુષ્પા 2 સૌથી ઓછા સમયમાં 500 કરોડ કમાનારી ફિલ્મ બની, બજેટ પણ વસૂલ થઇ ગયું!

મલાઈકા અરોરાની નોંધ

મલાઈકા અરોરાએ હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્રિપ્ટિક નોટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું, “દરેક પોઝિટિવ  વિચાર એક મૌન પ્રાર્થના છે, જે તમારું જીવન બદલી નાખશે. શુભ સવાર તમારો દિવસ શુભ રહે." ચાહકોનું માનવું છે કે તેનો આ સંદેશ બ્રેકઅપ પછી તેની લાગણીઓને વ્યક્ત કરી રહી છે. અન્ય એક પોસ્ટમાં તેણે લખ્યું હતું, "અત્યારે મારુ સ્ટેટસ: રિલેશનશિપમાં સિંગલ, હેહેહે," તેણે સિંગલ વિકલ્પને હાઇલાઇટ કર્યું હતું. 


Google NewsGoogle News